SNAPDEAL ની સ્થિતિ ગંભીર, મોબાઇલ વોલેટ ફ્રીચાર્જને વેચવાની તૈયારીમાં

ઇરિટેલર વેબસાઇટ સ્નેપડીલની સ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઇ છે. માર્કેટમાં વધતી હરિફાઇ અને રોકાણકારો પાછળ હટી જવાના કારણે સ્નેપડીલને સંચાલિત કરનારી કંપની જેસ્પર ઇન્ફોટેક પોતાની સહયોગી કંપનીઓને વેચવાની તૈયારી કરી રહી છે.

આ ક્રમમાં કંપની પોતાના મોબાઇલ વોલેટ બિઝનેસથી પણ છુટકારો મેળવવાો પ્રયત્ન કરી રહી છે. એને વેચવા માટે સ્નેપડીલ પેટીએમ અને પેયૂ સાથે વાત કરી રહી છે.

કંપનીના સૂત્રોએ જમાવ્યું કે સ્નેપડીલ 50 કરોડ ડોલર વેચવાની તૈયારી કરી રહ્યું છે. કંપની આ પહેલા paypal સાથે વાત કરી રહી હતી, પરંતુ વાતચીક ફેલ થઇ ગયા બાદ હવે એ પેટીએમ અને પેયૂ સાથે વાતચીત કરી રહી છે. કંપની માત્ર 20 25 ટકા જ શેર વેચવા માંગે છે કારણ કે માલિકનો હક તો એની પાસે જ રહે.

You might also like