ધૂમ્રપાન કરનારાઓ હોઇ શકે છે મનોરોગી, જાણો શું છે હકીકત

એક નવી શોધમાં એક એવી વાત સામે આવી છે કે ધૂમ્રપાન કરનારા લોકોમાં દારૂ પીનાર અને મનોરોગથી પીડિત થનારા લોકોમાં રહેલો ખતરો ધૂમ્રપાન ન કરનારા લોકોની તુલનામાં વધારે હોય છે.

આ શોધ એશિયન હાર્ટ ઇન્સ્ટીટ્યૂટે કરેલ છે. આ શોધમાં એવું માલૂમ થઇ રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો પોતાનો તણાવ ઓછો કરવા માટે અથવા આનંદ મેળવવા માટે આ આદતને પોતાની બનાવી લે છે.

વિશ્વ હ્રદય દિવસ પર આ શોધ “કાર્ડિયોવેસ્ક્યૂલર રોગોથી પીડિત લોકોમાં ધૂમ્રપાન કરવાનું કારણ, આનું છોડવાનાં લાભ” રજૂ કરવામાં આવ્યાં. આમાં ફેબ્રુઆરી 2016થી ઓગષ્ટ 2017ની વચ્ચે 18 વર્ષ અથવા એનાંથી વધારે ઉંમરનાં 2,951 દર્દીઓને શામેલ કરવામાં આવ્યાં છે.

આ શોધનો ઉદ્દેશ્ય ધૂમ્રપાન કરનારા લોકોમાં એક પેટર્ન શોધવી અને પરામર્શ સૂચી તૈયાર કરી એવું દર્શાવવાનું છે કે આ આદતને છોડવા પર શરીરને કેટલાં સમયમાં લાભ પહોંચી શકે છે.

એશિયન હાર્ટ ઇન્સ્ટીટ્યૂટનાં વાઇસ ચેરમેન અને એમડી રમાકાંત પાંડાએ કહ્યું કે,”ડબલ્યૂએચઓનાં આંકડા દર્શાવે છે કે ધૂમ્રપાનનાં દુષ્પ્રભાવોનાં વિશે હું પેકેટ પર ગ્રાફિક્સમાં દર્શાવવામાં આવેલ ચેતાવણીથી લોકો આ આદતથી બચી જાય છે.

આ પ્રકારે 78 દેશોમાં એવા લોકોની સંખ્યા 3.5 અરબ છે. સર્વે એવું દર્શાવે છે કે ધૂમ્રપાન કરનારા લોકોએ દારૂ પીનાર અને મનોરોગથી પીડિત હોવાંની આશંકા વધારે હોય છે. આ સિવાય શોધમાં એવું પણ દર્શાવાયું છે કે ધૂમ્રપાન કરનારા વ્યક્તિ જાગવાનાં ચાર કલાકથી પણ ઓછાં સમયમાં પહેલી સિગરેટ પી લે છે.

You might also like