Categories: Gujarat

સ્માર્ટ સિટીના શાસકો નાગરિકોને ૨૦ ટકા પાણી ફ્લોરાઈડવાળું પીવડાવે છે

અમદાવાદ: બે વર્ષ પહેલાં કેન્દ્ર સરકારની દેશનાં પ્રથમ ૧૦૦ સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદનો સમાવેશ કરાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સ્માર્ટ સિટી’નાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે. જોકે સ્માર્ટ સિટીના સ્માર્ટ નાગરિકોને એ જાણીને ભારે આઘાત લાગશે કે તંત્રના દૈનિક ૧રપ૦ એમએલડી ‌(મિલિયન લિટર પર ડે) પાણીના પુરવઠા પૈકી ર૦ ટકા પાણી બોરમાંથી મેળવાય છે. આ ભૂગર્ભ જળ ભારે ક્ષાર અને ફલોરાઇડ યુક્ત હોઇ શહેરીજનોના આરોગ્ય માટે જોખમી છે. આમ સ્માર્ટ સિટીના સ્માર્ટ શાસકો લોકઆરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

અમદાવાદમાં નર્મદાનું પાણી મેળવવા માટે મ્યુનિસિપલ તિજોરીમાંથી દર વર્ષે રૂ.૬૦ કરોડ રાજ્ય સરકારને ચૂકવાઇ રહ્યા છે. પ્રતિ હજાર લિટર નર્મદાનું પાણી રૂ.ર.૬૦ ખર્ચીને તંત્ર મેળવી રહ્યું છે. કરોડો રૂપિયા સરફેસ વોટર (નદીનાં પાણી) પાછળ ખર્ચવા છતાં પણ લાખો લોકો આજે પણ ભારે ક્ષારયુક્ત ગ્રાઉન્ડ વોટર (ભૂગર્ભ જળ) પીવા વિવશ છે. કેમ કે શહેરને સ્માર્ટ સિટી બનાવવાનાં બગણાં ફૂંકતા સત્તાધીશો અમદાવાદીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નિવડ્યા છે. દશથી વધુ વર્ષ પહેલાં ઔડાની જૂની લિમિટને બે તબક્કામાં કોર્પોરેશનમાં ભેળવી દેવાઇ છતાં હજુ અનેક વિસ્તારો નર્મદાનાં પાણીથી વંચિત હોઇ સત્તાવાળાઓ નવા નવા બોર ખોદીને લોકોને ફલાેરાઇડવાળું પાણી પીવડાવી રહ્યા છે.

ચાંદખેડા, મોટેરા, નવા લાંભા, વટવા, નવા નિકોલ, નવા નરોડા, ત્રાગડ, હેબતપુર, ભાડજ જેવા વિસ્તારો માટે મ્યુનિસિપલ તંત્ર દાયકા બાદ પણ પાણીનું પૂરેપૂરું નેટવર્ક ગોઠવી શક્યું નથી. ઇડબ્લ્યુએસના મકાનોમાં પણ બોરનું પાણી અપાઇ રહ્યું છે. થલતેજ, વેજલપુર જેવા વિસ્તારોમાં પણ સંખ્યાબંધ ખાનગી સોસાયટીઓ ખાનગી બોરથી ૧ર૦૦ ટીડીએસથી વધુ માત્રાનું ક્ષારયુક્ત પાણી મેળવે છે. સામાન્ય લોકોના ખિસ્સાને ન પરવડતું હોવા છતાં ૮થી ૧૦ હજાર રૂપિયા ખર્ચીને શુુદ્ધ પાણી મેળવવા ઘરે આરઓ પ્લાન્ટ મૂકવો પડે છે.

ભૂગર્ભ જળનું પાણી ભારે ક્ષાર અને ફલોરાઇડ યુક્ત હોઇ લોકોની કિડની બગાડે છે. ચામડીના રોગ થાય છે, વાળ ખરી જાય છે, હાથ-પગના સાંધા નબળા પડે છે તેમજ ગૃહિણીની રસોઇની દાળ ચઢતાં પણ વાર લાગે છે. આની સાથે સાથે ઘરના નળની પાઇપ અને ફિટિંગમાં ક્ષાર જામતાં તેને વારંવાર બદલવાં પડે છે.

એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોરનું પાણી ફ્લોરાઇડ અને ક્ષારયુક્ત હોઇ તેનો લોકો ઓછામાં ઓછો વપરાશ કરે તેવી ઝંુબેશ ચલાવાય છે. ખાનગી બોર માટે ઝટ પરવાનગી અપાતી નથી. લોકોને નદીનાં પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સૂફિયાણી સલાહ અપાય છે. બીજી તરફ ખુદ કોર્પોરેશનની અનેક ટાંકીઓ નર્મદાનાં પાણીથી પૂરેપૂરી ભરાતી ન હોઇ તેને ટાંકી સંલગ્ન બોરના પાણીથી ભરવી પડે છે. અનેક વિસ્તારોમાં પાણી પૂરું પાડવા ખાસ બોર ચલાવવા પડે છે.

શહેરભરમાં ખુદ કોર્પોરેશન સંચાલિત પ૪૭ બોર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની પમ્પિંગના સ્ટેશન દ્વારા દૈનિક ૧૧૦પ એમએલડી પાણી, પમ્પિંગ સ્ટેશન સાથે જોડાયેલા રપ૯ બોરથી દૈનિક ૧૪પ એમએલડી થઇને કુલ ૧રપ૦ એમએલડી પાણી મેળવાય છે. જ્યારે આઇસેાલેટ ર૮૮ બોર દ્વારા દૈનિક ૧૦૬ એમએલડી વધારાનું પાણી પ્રાપ્ત થાય છે. પમ્પિંગ સ્ટેશન સાથે જોડાયેલા અને નહીં જોડાયેલા બોરથી જ મ્યુનિસિપલ સત્તાધીશો દરરોજનું રપ૦ એમએલડી ભૂગર્ભ જળ ખેંચીને અમદાવાદીઓને પીવડાવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા જૂની લિમિટ અત્યાર સુધીમાં પ૦થી વધુ નવા બોર બનાવાયા છે. જ્યારે ર૦ બોર એક અથવા બીજા કારણસર બગડ્યા હોઇ તેમાં પણ નવા બનાવવાની ફરજ પડી છે. આટલું ભૂગર્ભ જળ ઓછું હોય તેમ ગઇ કાલે વોટર સપ્લાય કમિટીએ શહેરમાં વધુ ર૦ નવા બોર બનાવવાની તંત્રને મંજૂરી આપી છે.

એક બોર બનાવવા રૂ.૧૩.પ૬ લાખથી રૂ.૧૬.૦૮ લાખ ખર્ચીને રૂ.૩.૧૭ કરોડનો વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયો છે. આ પ્રકારના વહીવટને જોતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્મદાનું પાણી શહેરભરમાં પહોંચાડવામાં ઘોર નિષ્ફળ નિવડ્યું હોવાનું પુરવાર થાય છે. આ અંગે વોટર સપ્લાય કમિટીના ચેરમેન રમેશ દેસાઇને પૂછતાં તેઓ નિખાલસતાથી કહે છે કે કોર્પોરેશને બોરનાં પાણીનો વપરાશ ઓછો કરવો જોઇએ, પરંતુ અમુક જગ્યાએ નેટવર્કનો પ્રશ્ન છે તો ઘણી ટાંકીઓ ઓછી ભરાતી હોઇ બોરનાં પાણીથી ભરવી પડે છે.

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

સરકારને ઝટકોઃ ફિચે સતત 12મા વર્ષે ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવા કર્યો ઇન્કાર

નવી દિલ્હી: ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે સતત ૧૨મા વર્ષે ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરવા ઇન્કાર કર્યો છે. ફિચે ભારતનું સોવરેન…

25 mins ago

મહિલા ટી-20 વર્લ્ડકપઃ આયર્લેન્ડને હરાવી ભારત આઠ વર્ષ બાદ સેમિફાઇનલમાં પહોંચ્યું

ગયાનાઃ અહીં ગઈ કાલે રમાયેલી મહિલા ટી-૨૦ વર્લ્ડકપની મેચમાં આયર્લેન્ડને કારમો પરાજય આપીને ભારત આઠ વર્ષ બાદ આઇસીસી મહિલા ટી-૨૦…

36 mins ago

અંજારના વરસાણાની સીમમાં ટ્રક નીચે બાળકી પર સામૂ‌િહક બળાત્કાર ગુજાર્યો

અમદાવાદ: અંજાર તાલુકાના વરસાણાની સીમમાં આવેલી એક કોલોનીમાં ર વર્ષની માસૂમ બાળકીને બે નરાધમોએ લાલચ આપીને ટ્રકની નીચે લઈ જઇને…

43 mins ago

Stock Market: સેન્સેક્સ 250 પોઈન્ટ અપઃ નિફ્ટી 10,600 પર

અમદાવાદ: આજે રૂપિયામાં રિકવરી અને મિક્સ્ડ ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટ વચ્ચે ઘરેલું શેરબજાર તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે. સેન્સેક્સમાં હાલ…

47 mins ago

ફેફસાંની બીમારીના કારણે ફાસ્ટ બોલર જ્હોન હેસ્ટિંગ્સે જાહેર કરી નિવૃત્તિ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જ્હોન હેસ્ટિંગ્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હેસ્ટિંગ્સની કરિયર ફેફસાંની રહસ્યમય બીમારીના કારણે…

54 mins ago

Japanની સાયબર સિક્યોરિટીના ડેપ્યુટી ચીફે આજ સુધી નથી ચલાવ્યું કમ્પ્યૂટર..!

ટોકિયો: જાપાનના ૬૮ વર્ષીય પ્રધાન યોશીટાકા સાકુરાદાએ સંસદમાં સ્વીકાર કર્યો છે કે તેમણે જાહેર જીવનમાં કયારેય કમ્પ્યૂટર ચલાવ્યું નથી. યુએસબી…

60 mins ago