Categories: Sports

અર્જૂન રણતુંગા: મૈથ્યૂઝને કપ્તાની છોડતા રોકવો જોઇતો હતો

શ્રીલંકાની ટીમનના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કપ્તાન અર્જૂન રણતુંગાની ટીમની સતત હાર બાદ એક મોટુ નિવેદન આવ્યું છે. તેમનું જણાવ્યું છે કે, એન્જેલો મૈથ્યૂઝ સારો કપ્તાન છે અને તેને કપ્તાન પદેથી રાજીનામું આપવા માટે રોકવો જોઇતો હતો. ઉલ્લેખનીય છે કે, મૈથ્યૂઝે પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યારબાદ ઝિમ્બાબ્વે સામે વન ડે સિરીઝમાં હાર બાદ કપ્તાન પદેથી રાજીનામું આપ્યું હતું.

રણતુંગાએ જણાવ્યું હતું કે, મારા માટે રંજન મદુગલે બાદ મૈથ્યૂઝ સર્વશ્રેષ્ઠ કપ્તાન છે. જ્યારે તેણે કહ્યું કે, તે પદ છોડવા ઇચ્છે છે ત્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેને રોકવો જોઇતો હતો. જો હું કંઇક કરી શકતો તો હું તેને કહેતો કે આ પાછળ હટવાનો સમય નથી.

રણતુંગાએ આ પણ જણાવ્યું કે જીતનો શ્રેય લેવા માટે આગળ આવનાર લોકોએ હારની જવાબદારી પણ લેવી જોઇએ. તેમણે જણાવ્યું કે, જ્યારે શ્રીલંકાએ નંબર એક ટીમ ઓસ્ટ્રેલિયાને ક્લિન સ્વિપ કર્યું હતું ત્યારે કેટલાય લોકો જીતનો શ્રેય લેવા માટે આવ્યા હતા પરંતુ દુ:ખની વાત છે કે, જ્યારે ટીમ હારી રહી છે તો તમામ પાછળ હટી ગયા અને તમામ દોષ કપ્તાન પર ઢોળી દીધો.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago