WhatsApp દ્વારા હવે લેન્ડલાઇન અને મોબાઇલ પર કરી શકાશે Call

જલંધર: તમે જલ્દીથી મનગમતી ઇન્ટરનેટ એપ્લીકેશન સ્કાઇપ, વ્હોટ્સઅપ અને વાઇબરથી લેન્ડલાઇન ક્યાંતો મોબાઇલ ફોન નંબર ડાયલ કરવામાં સક્ષમ થશો. તમને જણાવી દઇએ કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ટેલિકોમની વચ્ચે ઇન્ટર કનેક્ટ એગ્રીમેન્ટને સરકારના ઇન્ટર મિનિસ્ટ્રિયલ પેનલ સાથે ક્લિયરન્સ મળી ગઇ છે. આ પગલાંથી ઇન્ટરનેટ બેસ્ડ વોઇસ કોલિંગ એપ્લીકેશન વધારે લોકપ્રિય બની શકે છે.

એપ્લીકેશનથી લેન્ડલાઇન ક્યાંતો મોબાઇલ ફોન નંબર પર કોલ કરવા વાળો ફીચર મળવાથી વોઇસ કોલનો ચાર્જ ઓછો થઇ શકે છે. આવું એટલા માટે કારણ કે કોલિંગ માટે વપરાશ કરેલા ડેટા મુજબ ચૂકવણી કરવાની રહેશે. દેશના ઘણા ભાગમાં હજુ પણ ઇન્ટરનેટ નેટવર્કનું મજબૂત ન હોવું આ ફીચરને વાપરનારાઓની સંખ્યા મર્યાદિત કરી શકે છે. જ્યાં બ્રોડબેન્ડ સર્વિસ નથી, ત્યાં આ એપ્લીકેશન દ્વારા ફોન કરવો લોકો માટે કદાચ સારો અનુભવ રહેશે નહીં.

You might also like