OMG! છ વર્ષની બાળકીએ માતાના એમેઝોન એકાઉન્ટ પરથી જાતે ખરીધ્યાં અધધધ રમકડાં 

ન્યૂયોર્ક: હવેની જનરેશન એટલી સ્માર્ટ થઇ ચૂકી છે કે તમારે તેમની સ્માર્ટનેસનું પણ ધ્યાન રાખવું પડે છે. તમારા બાળકને તમે સ્માર્ટફોન આપી દો તો જાતે જ તેને જે જોઇએ તે ખરીદી લે છે.

અમેરિકાના યુટાહમાં રહેતી ૬ વર્ષીય કેટલીન નામની છોકરીએ પોતાની જાતે જ એમેઝોનની વેબસાઇટ પરથી મનગમતાં રપ,૦૦૦નાં રમકડાં જાતે જ ઓર્ડર કરી દીધાં. આ રમકડાંનું પાર્સલ જ્યારે ઘરે આવ્યું ત્યારે માતા-પિતાને ખબર પડી.

કેટલીનની મમ્મીએ એમેઝોનની વેબસાઇટ પર તેના માટે એક બાર્બી ડોલ ઓર્ડર કરી હતી. નાનકડી છોકરી વારંવાર પૂછતી હતી કે બાર્બી ક્યારે આવશે. માતાએ તેને આ સાઇટ પર પોતાનો ઓર્ડર ક્યાં પહોંચ્યો તે ટ્રેક કરવા માટેનું એક્સેસ આપી દીધું, જેથી તે વારે ઘડીયે પૂછવાના બદલે જાતે ચેક કરી લે.

જોકે કેટલીને ઓર્ડર ટ્રેક કરવાની સાથે-સાથે બીજું શોપિંગ પણ કરી લીધું, જેની માતાને જાણ પણ ન થઇ. ઓર્ડરની ડિલિવરી ઘરના આંગણે આવીને ઊભી રહી ત્યારે બધી હકીકતની ખબર પડી. પહેલાં તો મમ્મીએ આ રમકડાં પરત કરવાનું નક્કી કર્યું, પરંતુ દીકરીની જીદના કારણે તેમ શક્ય ન બન્યુું, જોકે તેમણે દીકરીને આ રમકડાં એક બાળકોની હોસ્પિટલમાં જઇને ડોનેટ કરવા મનાવી લીધી છે.

divyesh

Recent Posts

10 નવેમ્બર સુધીમાં ઉડાડી દઇશું યૂપીનાં અનેક રેલ્વે સ્ટેશનઃ લશ્કર-એ-તૈયબા

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં નામથી અંબાલા રેલ્વે સ્ટેશન ડાયરેક્ટરને પત્ર મોકલીને સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકંભરી દેવી મંદિર સહિત યૂપી, હરિયાણાનાં…

48 mins ago

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

3 hours ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

3 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

4 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

4 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

5 hours ago