Categories: Gujarat

છ મર્ડરઃ છ મિસ્ટ્રી

અમદાવાદ: મેગાસિટી અમદાવાદમાં દર બીજા કે ત્રીજા દિવસે હત્યાનો બનાવ બને છે. કેટલીક હત્યાના ભેદ ઉકેલવામાં પોલીસને રીતસર અાંખે પાણી અાવી જાય છે. જોકે ૨૦૧૬માં બનેલા હત્યાના છ બનાવ શહેર પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચ માટે ‘મિસ્ટ્રી’ બન્યા છે. લગભગ એક વર્ષ કે તેથી વધુ સમયથી હત્યાના અા બનાવોમાં પોલીસ કોઈ ઠોસ સગડ મેળવી શકી નથી.

સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમ નજીક આવેલા રેલવે સ્ટેશન પાસેથી ૨૯ માર્ચ ૨૦૧૬ના રોજ એક કોથળામાં પેક આધેડનું હાડપિંજર મળ્યું હતું. આ કેસની તપાસ પહેલા એમ.ડિવિઝનના એસીપીને સોંપાઇ હતી જેમાં આધેડની હત્યા કેસનો કોઇ ભેદ નહીં ઉકેલાતાં તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. રાજ્યમાં ગુમ થયેલા આધેડનો ડેટા મંગાવીને તપાસ શરૂ કરી છે.

ઇસનપુર વિસ્તારમાં આવેલી કેનાલમાંથી વર્ષ ૨૦૧૫માં ઇસનપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયદીપસિંહ પરમારની ભેદી સંજોગોમાં લાશ મળી હતી. 17મી ઓગસ્ટ 2016 ના રોજ જયદીપસિંહની હત્યા કરવામાં આવી હોવાનો એફએસએલ રિપોર્ટ આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી,
ગોમતીપુર વિસ્તારમાં આવેલી શંકરપુરાની ચાલીમાં રહેતા દસ વર્ષિય માસૂમ બાળક વિવેક પરમારની 4 સપ્ટેમ્બર 2016ના રોજ ખોખરા બ્રિજ નજીક આવેલા સલાટનગર પાસે પથ્થર વડે મોં છુંદીને કરપીણ હત્યા કરાઇ હતી. આ કેસમાં ગોમતીપુર પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જોકે વિવેકની હત્યાનો ભેદ નહીં ઉકેલાતા કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી.

જમાલપુર મ્યુનિ. કવાર્ટર્સ સામે તારીખ 17મી સપ્ટેમ્બર 2016ના રોજ બિલ્ડર હનીફ દાઢી પર બે શાર્પ શૂટરોએ પોઇન્ટ રેન્જ બ્લેન્કથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને મોતને ધાટ ઉતારવાના ચકચારી કિસ્સાનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. ગાયકવાડ હવેલી પોલીસ પાસેથી તપાસ આંચકી લઇને પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપી હતી. 100 કરતાં વધુ વ્યકિતઓની પૂછપરછ ક્રાઇમ બ્રાંચે ધરી છે પરંતુ હજુ સુધી આરોપીઓ કોણ છે તે ક્રાઇમ બ્રાંચ શોધી શકી નથી.
નવરંગપુરા વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયા સોસાયટીમાં એકલાં રહેતાં નિર્મલાબહેન નામનાં વૃદ્ધાની તારીખ 18મી સપ્ટેમ્બર 2016ના રોજ હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટ ચલાવીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ કેસની તપાસ પહેલાં બી ડિવિઝનના એસીપીને સોંપાઇ હતી જોકે એક સપ્તાહ બાદ પોલીસ કમિશનરને કેસની તપાસ એસીપી પાસેથી આંચકી લઇને શહેર ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. 13 નવેમ્બર 2016ના રોજ સરખેજ ગામમાં આવેલી બ્રહ્માની પોળમાં એકલવાયું જીવન જીવતા 62 વર્ષિય ચંદ્રિકાબહેન નાયકની લૂંટના ઇરાદે અજાણ્યા ઇસમોએ ચપ્પાના ધા ઝીંકીને હત્યા કરી હતી. આ હત્યા બાબતે પણ હજુ પોલીસ અંધારાંમાં છે. ક્રાઇમ બ્રાન્ચના એસીપી રાજદીપ ઝાલાએ જણાવ્યું છે કે વિવેક તેમજ હનિફ દાઢીની હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે જ્યારે અન્ય કેસમાં પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે છે.

પાંચ વર્ષમાં 46 હત્યાના ભેદ ઉકેલવાના બાકી
શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા જારી કરાયેલી ક્રાઇમની આંકડાકીય વિગત પર નજર નાખીએ તો વર્ષ 2011 થી 2015 સુધી 455 હત્યા થઇ છે. જેમાં 46 હત્યા કેસમાં આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ આ તમામ હત્યા કેસમાં પણ તપાસ કરે છે.

પાંચ વર્ષમાં કેટલી હત્યા, કેટલા ભેદ ઉકેલાયા?
વર્ષ હત્યા ઉકેલ
2011 95 84
2012 90 81
2013 96 86
2014 82 77
2015 92 81
2016 26 25
એપ્રિલ 2016 સુધીના આંકડા
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

10 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

10 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

10 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

11 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

12 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

12 hours ago