સરકારે પાક.-ચીન સામે લડવા માટે આર્મી માટે અસૉલ્ટ રાઈફલ ખરીદી

0 19

સરકારે આર્મી માટે નવા હથિયારો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આર્મી માટે સરકારે 15 હજાર 935 કરોડના નવા હથિયારોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. છેલ્લા ઘણા સમયથી અટકેલા આ પ્રસ્તાવને હવે રક્ષા ખરીદ પરિષદની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે.

આ હથિયારોમાં સેનાની ત્રણેય પાંખ માટે 12 હજાર 280 કરોડ રૂપિયાના ખર્ચે 7.40 લાખ અસૉલ્ટ રાઈફલ ખરીદવામાં આવશે. આ ઉપરાંત 5 હજાર 719 સ્નાઈપર રાઈફલ અને લાઈટ મશીન ગનની પણ ખરીદી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પર પાકિસ્તાન સાથે વધતી જતી દુશ્મની અને 4 હજાર કિમી લાંબી ભારત-ચીન સીમા પર અનેક સ્થળોએ ચીનની વધતી જતી દખલગીરીના પગલે આ ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.

એક તરફ પાકિસ્તાન સતત સીઝફાયર કરી ભારતના સૈનિકોને અને નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે અને બીજી તરફ ચીન પણ ભારતના કેટલાક પ્રદેશો પર પોતાનું હક જમાવવા લાગ્યું છે, એવામાં ભારતીય સેના પાસે કેટલાક હથિયારોની જરૂરિયાત વધતા આ ખરીદીને મંજૂરી અપાઈ છે.

રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે, બોર્ડર પર તૈનાત સૈનિકોને આધુનિક તથા વધુ પ્રભાવી ઉપકરણોથી સજ્જ કરવા માટે છેલ્લા એક મહિનામાં ડીએસીએ રાઈફલ, કાર્બાઈનો અને LMGની ખરીદી સરકારે ઝડપથી કરી લીધી છે. લેન્ડ આર્મી અને એરફોર્સ માટે 982 કરોડ રૂપિયાના ખર્ચે 5 હજાર 719 સ્નાઈપર રાઈફલ ખરીદીને મંજૂરી અપાઈ છે.

loading...

Leave A Reply

Your email address will not be published.