CM કેજરીવાલના ધરણાનો પાંચમો દિવસ, IASની હડતાળ ખતમ કરવા PMને કરી અપીલ

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરશવદ કેજરીવાલની ધરણાંનો આજે પાંચમો દિવસ છે. ત્રણ માગ સાથે કેજરીવાલ એલજી હાઉસમાં હડતાળ પર ઉતર્યા છે. તેમણે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વિરૂદ્ધ મોરચો માંડયો છે.

જ્યારે આ મુદ્દે કેજરીવાલે પીએમ મોદીનો પત્ર કરીને અપીલ કરી છે કે દિલ્લીમાં ચાલી રહેલી આઈએએસ અધિકારીઓની હડતાળને ખતમ કરવામાં આવે. આ અધિકારીઓ પર સીધુ કેદ્ર સરકાર અને એલજીનું નિયત્રંણ હોવાથી હડતાળ ખતમ કરવામાં આવે. તેમની સાથે મનીષ સિસોદીયા અને સત્યેદ્ર જૈન પણ ભૂખ હડતાળ પર છે.

તો કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે, છેલ્લાં ત્રણ મહિનાથી દિલ્લીના આઈએએસ અધિકારીઓ હડતાળ પર છે. તેઓએ મંત્રીઓની તમામ બેઠકોમાં આવવાનું બંધ કરી દીધું છે. જેનાથી દિલ્લીના કામ ખોરંભે ચઢયા છે. ભારતના ઇતિહાસમાં આ અધિકારીઓની પહેલી હડતાળ છે કે જેને ત્રણ મહિના થઈ ગયા. જેથી હવે આ હડતાળને જલદીથી ખતમ કરવા માટે પીએમ મોદીને કેજરીવાલે અપીલ કરી છે.

You might also like