ગાયક આદિત્ય નારાયણની અકસ્માત કેસમાં અટકાયત બાદ જામીન પર છૂટકારો

ગાયક કલાકાર ઉદિત નારાયણના દિકરા આદિત્ય નારાયણની પોલીસે એક્સિડન્ટના કેસમાં ધરપકડ કરી હતી. જો કે ત્યારબાદ જમાનત પર છુટકારો થઇ ગયો છે. આદિત્ય નારાયણ પર તેની કારથી ઓટોરિક્ષાને ટક્કર મારવાનો આરોપ લગાવામાં આવ્યો છે. આ ટક્કરમાં ઓટોરિક્ષા ચાલક અને તેમાં સવાર એક મહિલાને ઇજા પહોંચી છે.

જો કે પોલીસની ધરપકડ બાદ આદિત્ય નારાયણને જમાનત મળી ગઇ હતી. આ ઘટના લોખંડવાલામાં ઇન્દ્રલોક બિલ્ડીંગ સામે ઘટી હતી. જો કે સૂત્રનો અહેવાલ મુજબ કારની ટક્કર બાદ આદિત્ય નારાયણ જાતે જ મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે ગત ઓક્ટબર મહિનામાં આદિત્ય પર એક એરલાઇન્સના સ્ટાફ મેમ્બરને ધમકાવા તેમજ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવાનો વીડિયો સામે આવ્યો હતો. આદિત્ય નારાયણ રાયપુર ખાતે એક કાર્યક્રમમાંથી મુંબઇ પરત ફરી રહ્યો હતો ત્યારે ઇન્ડીગોના નિયમ મુજબ વધારાના લગેજ માટે અંદાજે 13 હજાર રૂપિયા આપવાના નિકળતા હતો પરંતુ તે 10 હજાર રૂપિયા આપવા તૈયાર હતો. આમ આ સમયે આદિત્ય અને કર્મચારી વચ્ચે થયેલી તૂતૂ-મેમે નો વિડીયો વાયરલ થયો હતો.

You might also like