Categories: India

ગુજરાતમાં ધમધમી રહ્યા છે આતંકવાદીઓનાં ટ્રેઇનિંગ સેન્ટર : સીમી એજન્ટ

જયપુર : ભીલવાડાથી પકડાયેલ સીમી એઝન્ટ ઇમરાનની પુછપરછ દરમિયાન ઘણા રહસ્યો ખઉલી રહ્યા છે. એટીએસ દ્વારા ઇમરાનની બે દિવસ પહેલા ભીલવાડામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાન પર ગુજરાતમાં બ્લાસ્ટ પહેલા 2008માં ઇન્ડિયન મુઝાહિદ્દીન આતંકવાદી સાજિદ મંસુરી માટે જોધપુરમાં એક મીટિંગ કરવાનો આરોપ છે. ઇમરાને ગુજરાતમાં યુવકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

એટીએસએ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા સીમીનાં એજન્ટ ઇમરાનની ધરપકડ કર્યા પછી જયપુરમાં તેની પુછપરછ ચાલુ કરી છે. આ પુછપરછ દરમિયાન ઇમરાને સ્વિકારી લીધું કે તે જોધફુર અને કોટાનાં યુવાનોને તેની જાળમાં ફસાવે છે. તેમને ભેગા કરીને ઇમરાન તેમને ટ્રેનિંગ માટે ગુજરાતમાં મોકલતો હતો. ગુજરાતમાં જ તેમને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. એટીએસની પુછપરછમાં સામે આવ્યું કે ઇમરાન મોટે ભાગે ચુપચાપ જ રહેતો હતો.

ભીલવાડાની એક ઇન્સિટ્યુટમાં કાર્યરત ઇમરાન ઘણુ ઓછુ બોલતો હતો. તે ખુબ જ ધાર્મિક હોવાનો દેખાવ કરતો. વાતો પણ ખુબ જ ધાર્મિક કરતો હતો. ધાર્મિક ચહેરાની આડમાં એજન્ટની આતંકવાદીઓ તૈયાર કરવાનું કામ કરતો હતો. થોડા સમય પહેલ એટીએસએ એક એજન્ટ મોહમ્મદ સુવેલની ધરપકડ કરી હતી. જેની પુછપરછ દરમિયાન સામે આવ્યું કે આતંકવાદી સાજિદ મંસુરી જોધપુર આવ્યો હતો. ત્યારે મોહમ્મદ સુવેલ અને ઇમરાને ઘણા યુવાનો સાથે મંસૂરીની મીટિંગ કરાવી હતી. મીટિંગમાં મંસુરીએ યુવાનોનાં બ્રેઇનવોશનો પ્રયાસ કર્યો હતો. આ મીટિંગ ગુજરાત બ્લાસ્ટ પહેલા થઇ હતી.

Navin Sharma

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

45 mins ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

51 mins ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

57 mins ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

1 hour ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

1 hour ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

1 hour ago