Equity Marketમાં સકારાત્મક ચાલની અસર, બે દિવસમાં ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઘટાડો…

અમદાવાદ: યુએસના રાષ્ટ્રપ્રમુખ તથા ઉત્તર કોરીયાના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે યોજાયેલી બેઠક સફળ રહી હતી. આજથી શરૂ થઇ રહેલી યુએસ ફેડરલ રિવઝની બેઠક પૂર્વે સોનાના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

વૈશ્વિક સોનાના ભાવમાં ૦.૧૮ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૩૦૦ ડોલરની સપાટી તોડી નીચે ૧ર૯૬ ડોલર પ્રતિઐંશની સપાટીએ જોવા મળ્યો હતો. સ્થાનિક બજારમાં પણ તેની અસર નોંધાઇ હતી. આજે શરૂઆતે સોનામાં વધુ ૧પ૦ રૂપિયાનો ઘટાડો નોધાઇ ૩૧૭પ૦ની સપાટીએ ભાવ ખુલ્યો હતો.

ચાંદીમાં પણ વધુ ર૦૦ રૂપિયાનો ઘટાડો નોધાઇ ૪૦૬૦૦ની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો. બે દિવસમાં ચાંદીના ભાવમાં ૪૦૦થી પ૦૦ રૂપિયાનું ગાબડું પડ્યું હતું.

You might also like