Categories: World

ઓસ્ટ્રેલિયામાં પાઘડીધારી ૧૩ વર્ષના શીખ વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો

મેલબોર્ન; નફરત અને તિરસ્કાર દર્શાવતી એક ઘટનામાં ઓસ્ટ્રેલિયામાં બસમાં પ્રવાસ કરી રહેલા ૧૩ વર્ષના એક શીખ વિદ્યાર્થી પર પાઘડી પહેરવાને લઇને હુમલો કરાયો હતો. શાળામાં અભ્યાસ કરતા ૧૩ વર્ષના શીખ વિદ્યાર્થી હરજિતસિંહ જ્યારે બસમાં પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પહેલાં તો તેની મજાક ઉડાવવામાં આવી હતી અને ચપ્પુથી હુમલો કરી તેને ડરાવવા અને ધમકાવવામાં આવ્યો હતો.

બે ઓસ્ટ્રેલિયન કિશોરો અને એક કિશોરીએ હરજિતસિંહ પર આ હુમલો કર્યો હતો અને તેની મજાક ઉડાવી હતી. હેરાન્ડ સન અખબારના અહેવાલ અનુસાર હરજિત પર ચાકુથી હુમલો કરીને તેની પાઘડી ખેંચી લેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન ટીનેજર છોકરીએ હરજિતને પોતાના માથા પર ટુવાલ કેમ વીંટી રાખ્યો છે તેમ કહી મજાક ઉડાવી હતી અને તેની પાઘડી ઉતારી લેવાની કોશિશ કરી હતી. આથી હરજિત ડરનો માર્યો તેમનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

હરજિતના માતા રાજિન્દર કૌર ગીલે હેરાલ્ડ સનને જણાવ્યું હતું કે મારો દીકરો ખૂબ જ ડરી ગયો હતો અને ચીસો પાડી રહ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હવે તો બસમાં પણ પ્રવાસ કરવો સુર‌િક્ષત નથી. આ મારા એકલા દીકરાની વાત નથી, પરંતુ મને ચિંતા છે કે બીજા સાથે પણ આવો વ્ય્વહાર થઇ શકે છે. આવું કોઇની પણ સાથે થવું જોઇએ નહીં. પોલીસ હુમલો કરનાર ટીનેજર્સને શોધી રહી છે.

admin

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

11 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

11 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

12 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

12 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

12 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

12 hours ago