VIDEO: સિદ્ધપુર એસ.ટી સ્ટેન્ડ પાસે બે ગઠીયાઓએ ચલાવી લૂંટ

પાટણઃ સિદ્ધપુર એસટી સ્ટેન્ડ પાસે બે ગઠીયાએ લૂંટ ચલાવી હતી. એક યુવાનને બેહોશ કરીને સોનાની કડી અને રૂ.200ની લૂંટ કરી હતી. બે ગઠીયાઓ દ્વારા યુવાનને રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવાઇ હતી. જો કે આ લૂંટ બાદ યુવકને રિક્ષામાંથી ઉતારી મૂકાયો હતો. આ બેહોશ યુવાને ભાનમાં આવતા જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા એસ.ટી બસ મથકનાં CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યાં હ તાં. જો કે આ બે ગઠીયાઓ યુવાનને રિક્ષામાં બેસાડીને લઇ જતા સીસીટીવીમાં કેદ થયાં હતાં. જેને લઇ સીસીટીવીનાં આધારે ગઠીયાઓને પકડવા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

સિદ્ધપુર એસ.ટી સ્ટેન્ડ પાસે બે ગઠીયાઓએ ચલાવી લૂંટ
સોનાની કડીઓ અને રૂ.200ની ચલાવી લૂંટ
બે ગઠિયાઓએ યુવાનને રિક્ષામાં બેસાડી મચાવી લૂંટ
લૂંટ બાદ યુવકે રિક્ષામાંથી ઉતારી મૂકાયો
બેહોશ યુવાને ભાનમાં આવતાં જ પોલીસ ફરિયાદ નોંધાવાઇ

You might also like