Vedio: સિયાચિન ઓપરેશન કહી શેર કરવામાં આવી રહ્યો છે બનાવટી વીડિયો

નવી દિલ્હી: સિયાચિનમાં આવેલા બરફના વાવાઝોડા બાદ 10 જવાનો ગુમ થયા હોવાના અને તેમાંથી એક જવાન જીવીત બચ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં સતત શેર કરવામાં આવી રહ્યો છે. ઇન્ડીયન આર્મીએ આ વીડિયોને બનાવટી ગણાવ્યો છે.

લાન્સ નાયક હનુમનથપ્પાના રેસ્ક્યૂ ઓપરેશનના નામ પર જે વીડિયોને સોશિયલ મીડિયામાં લાખો લોકો શેર કરી ચૂક્યા છે તેને સેનાએ જૂનો ગણાવ્યો છે. ઇન્ડિયન આર્મીએ પોતાના આધિકારીક ફેસબુક પેજ પર તેની જાણકારી આપવામાં આવી છે.

A video clip is circulating on whatsapp and other social media platforms claiming to be that of current avalanche rescue…

Posted by ADGPI – Indian Army on Tuesday, February 9, 2016

એડીજીપીઆઇ-ઇન્ડીયન આર્મીના કે કે અનુસાર, સિયાચિનમાં તાજેતરમાં જ આવેલા બરફના વાવાઝોડા અને હિમસ્ખલનની ઘટના સાથે જોડીને જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તે જુનો છે અને તેનું અત્યારની ઘટના સાથે કોઇ લેવાદેવા નથી. સેનાના અનુસાર જે વીડિયોને તાજેતરનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો છે તે કોઇ જુના ઓપરેશનનો છે.

 Lance Naik Hanamanthappa has displayed unmatched mental robustness and firm will. General Dalbir Singh, #COAS visited…
You might also like