Categories: Gujarat

શ્રવણની જેમ અંધ પિતાની માવજત કરે છે

નસવાડી : આજના યુગમાં શ્રવણ જેવો પુત્રમાં બાપને મળવો મુશ્કેલ છે, પણ નસવાડી તાલુકાના વાદરિયા ગામના બંને આંખોથી અંધ વૃધ્ધ પિતાને મળ્યો છે, શ્રવણ પુત્ર, રમવા ભણવાની ઉંમરે લાચાર અને નિરાધાર એવા બંને આંખોથી અંધ પિતાની તમામ જવાબદારી નિભાવનાર રહ્યો છે, ૭ વર્ષની નાની ઉંમરના પુત્રનો પુત્ર.છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વાદરિયા ગામે પરિવારમાં ફક્ત અંધ પિતા અને સાત વર્ષનો પુત્ર રહે છે. પિતાની ખાવા, પીવા, નહાવાની તમામ દૈનિક ક્રિયા આ નાનકડો સંજય નિભાવે છે એટલું જ નહીં પરંતુ ભણવાનું છોડી પિતા અને પોતાના પેટનો ખાડો પૂરવા કરે છે. મજૂરી અને છેક પાંચ કિલોમીટર સુધી પોતાના અંધ પિતાનો હાથ પકડી ચાલીને જાય છે ઢોર ચરાવવા અને તેનાથી મળતા નજીવા મહેનતાણાથી ભરે છે પેટનો ખાડો, પરંતુ આ નાનકડી ઉંમરે આટલી મોટી જવાબદારી નિભાવનાર સંજય ભણવાની ઇચ્છા તો છે પણ સ્કૂલના જ શિક્ષકે તેનો બાપ અંધ હોય તેની સારસંભાળ કોણ રાખશે તેમ જણાવતા તેને ભણતર છોડી દીધું આમ સંજય ભણવાથી વંચિત રહેતા ભાવિ જઇ રહ્યું છે અંધકારમય જયારે પિતાની દેખરેખ રાખતો સંજયના જણાવ્યા મુજબ ‘હું મારા પિતાને જમાડું છું, નવડાવું છું, કપડાં અને ઢોર ચારું છું, સાહેબે કીધું કે તારા પિતાની કોણ સંભાળ લેશે એટલે હું ભણવા નથી જતો.’
પ્રજ્ઞાચક્ષુ મનિયા નાયકનો એક ભત્રીજો છે પણ તેની પરિસ્થિતિ સારી ના હોય તે પણ તેની જવાબદારીમાંથી છૂટી ગયો છે તેના જણાવ્યા મુજબ ‘મારા કાકા અંધ થઇ ગયા છે, અમારી પાસે સગવડ નથી એટલે અમે સારવાર કરાવી નથી, જો સરકાર અમને મદદ કરે તો કંઇ થાય !’
ભત્રીજો આર્થિક રીતે કમજોર છે તેમ કહી તેને રાખવા તૈયાર નથી પણ પોતાના બાપનું પુત્ર જતન કરી રહ્યો છે તે જોતા એમ લાગી રહ્યું છે કે, આ યુગમાં પણ શ્રવણ જેવા પુત્રો છે, શ્રવણ તેના બાપને એક પળ પણ દૂર નથી રાખતો ઢોર ચરાવીને પરત આવતા તે તેના બાપ સાથે બેસીને ગમત કરતાં જોઇ લોકોના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે કે, ભગવાન દરેકને આવો દીકરો આપે. બાપ પોતાના દીકરાથી ખુશ છે પિતા ભયલા મનિયાભાઇ મારો નાનો છોકરો છે જે મારી દેખભાળ રાખે છે, હું પ્રજ્ઞાચક્ષુ છું, સરકારનો કોઇ લાભ મળ્યો નથી, છોકરાને ભણવા મૂકયો પણ સાહેબે ના કીધું મારૃં ધ્યાન કોણ રાખે ?
સંજયની બાપ પ્રત્યેની નિસ્વાર્થ સેવા જોતા ચોક્કસ કહી શકાય કે તે આ યુગનો શ્રવણ છે.

Navin Sharma

Recent Posts

શેરબજાર પર RBI અને સેબીની ચાંપતી નજર

મુંબઇ: ઘરેલુ શેરબજારમાં શુક્રવારે ભારે ઊથલપાથલને લઇને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને માર્કેટ રેગ્યુલેટર સેબીએ જણાવ્યું છે કે નાણાકીય બજાર…

22 mins ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો યથાવત્, મુંબઈમાં પેટ્રોલે રૂ. 90ની સપાટી વટાવી

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાનો સિલસિલો જારી છે. આજે પેટ્રોલમાં ૧૧ પૈસાનો અને ડીઝલમાં પાંચથી છ પૈસાનો વધારો…

25 mins ago

સેલવાસમાં ક્લાસ વન અધિકારીએ આપઘાત કરી લેતા ચકચાર

અમદાવાદ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં કલાસ વન અધિકારી જિજ્ઞેશ કા‌છિયાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી…

29 mins ago

પાટણના ધારુસણ ગામનો બનાવ: યુવકની હત્યા કરી લાશ જમીનમાં દાટી દેવાઈ

અમદાવાદ: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે ગુમ થયેલા ર૦ વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતાં…

33 mins ago

ભારતની મોટી સફળતા: ઓડિશામાં ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ

બાલાસોર:  ભારતે રવિવારે મોડી રાતે ઓડિશાના કિનારે ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દ્વિસ્તરીય બે‌િલસ્ટિક…

37 mins ago

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ: ભારતીય સેનાના હેલિકોપ્ટરથી કુલુમાં ફસાયેલા 19ને બચાવાયા

શિમલા: હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના દોબીમાં ભારે વરસાદ અને પૂરના કારણે ફસાયેલા ૧૯ લોકોને ભીરતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરથી બચાવી લેવાયા…

47 mins ago