Categories: India

ટીકાકારોની રાજને કાઢી ઝાટકણી : મોંઘવારી ઓછી કઇ રીતે છે ?

મુંબઇ : લાંબા સમયથી પોતાની નીતીઓની ટીકાઓનાં કારણે કંટાળેલા રઘુરામ રાજને અંતે પોતાનો ઉકળાટ ઠાલવ્યો હતો. રાજને પોતાનાં ટીકાકારોને પડકાર્યા હતા. રાજને કહ્યું કે કોઇ તેમની નીતીઓ પર સવાલ ઉઠાવતા પહેલા જણાવે કે કઇ રીતે મોઁઘવારી ઘટી છે. તેમણે કહ્યુ કે અમારી પર આરોપ છે કે માત્ર મોંઘવારી ઘટાવડા માટે જ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ન કે આર્થિક વધારા પર. જો કે આ ટીકા માત્ર બકવાસથી વધારે કાંઇ નથી.

રાજનને સરકાર અને તેની નીતીનાં વિરોધી તરીકે ગણાવામાં આવે છે. તેમણે આગળ કહ્યું કે આર્થિક રિકવરીનાં મુદ્દે ખુબ જ નિરાશ છે. તેનાં માટે તેમણે બે વાર દુષ્કાળ, વૈશ્વિક આર્થિક મંદી અને બ્રેક્ઝિટનાં કારણે પડનારાં બહારનાં પ્રભાવને જવાબદાર ઠેરવ્યો હતો. રાજને કહ્યું કે આટ આટલા વિઘ્નો છતા પણ ભારતીય અર્થવ્યવસ્થાએ ઘણુ સારુ પ્રદર્શન કર્યું છે. સાથે જ સારુ ચોમાસુ, સંરચનાત્મક સુધાર અને વ્યાપક આર્થિક સ્થિરતા અર્થવ્યવસ્થાને વધારવા અને ગતિ આપશે.

પત્રકારો સાથેની વાતચીતમાં રાજન આર્થિક સમાવેશન સહિત કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે પ્રત્યેક ગામની અંદર બેંકની બ્રાંચ હોવી જોઇએ તે જરૂરી નથી કારણ કે તે ખુબ જ ખર્ચીલુ સાબિત થશે. પરંતુ આરબીઆઇ અન્ય વિકલ્પ જેવા કે મોબાઇલ બ્રાંચ અને મીની અથવા માઇક્રોબ્રાંચ અંગે પણ વિચાર કરી રહ્યું છે.

Navin Sharma

Recent Posts

કોટ વિસ્તારનાં વર્ષોજૂનાં 600 મકાનોમાં માથે ઝળૂંબતું મોત

અમદાવાદ: યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટીનું ગૌરવ મેળવનાર અમદાવાદનો હે‌રિટેજ અસ્મિતા સામેનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો…

1 hour ago

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ… નરોડામાં એક જ રાતમાં ચાર ફ્લેટનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીનો સિલ‌િસલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. પોલીસના ખોફ વગર તસ્કરો બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ…

1 hour ago

સ્કૂલ વાન અને રિક્ષા સામે ડ્રાઈવ છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર

અમદાવાદ: શહેરમાં સ્કૂલવર્ધી વાન અને સ્કૂલ બસમાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઇકોર્ટમાં થોડા દિવસ પહેલાં જાહેર હિતની અરજી…

1 hour ago

ત્રણ મહિનાથી જૂના પે‌ન્ડિંગ કેસની તપાસ પૂર્ણ કરવા પોલીસને આદેશ

અમદાવાદ: રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાની તપાસ પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી કોર્ટમાં રજૂ કરવાના હોય…

2 hours ago

છ વર્ષમાં બે લાખ રખડતાં કૂતરાંનું ખસીકરણ છતાં વસતી ઘટતી નથી

અમદાવાદ: શહેરમાં રખડતાં કૂતરાંના ત્રાસમાં અનહદ વધારો થયો છે. રખડતાં કૂતરાંના ઉપદ્રવથી શહેરનો ભાગ્યે જ કોઇ વિસ્તાર વંચિત રહ્યો છે,…

2 hours ago

સિક્કિમને પ્રથમ એરપોર્ટ મળ્યુંઃ PM નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

ગંગટોક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (પાકયોંગ એરપોર્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. સિક્કિમના પ્રથમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડા…

2 hours ago