Categories: Sports

૧૫ લાખના પગારથી શોર્ટલેગ ફિલ્ડર માટે BCCIએ રિઝ્યુમ મગાવ્યા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને નિષ્ણાત શોર્ટ લેગ ફિલ્ડરની તાત્કાલિક જરૂર પડી છે. ફિલ્ડિંગમાં બેટ્સમેન સામે ઊભા રહેવા માટે બીસીસીઆઇએ વેકેન્સી કાઢી છે. સૌથી ખતરનાક ફિલ્ડિંગ પોઝિશનમાં સામેલ આ સ્થાન માટે આકર્ષક સેલેરી પર ખેલાડીની ભરતી કરવામાં આવશે. શોર્ટલેગ માટે ખેલાડીઓને રૂપિયા ૧૫ લાખનું વેતન ઉપરાંત વધારાનાં ભથ્થાં પણ અપાશે, જેમાં મેચ વિનિંગ કેચ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ સામેલ છે. ફિલ્ડિંગની આ પોઝિશન માટે ભરતીમાં ચપળ ફિલ્ડરને પ્રાથમિકતા અપાશે, જે ઘરેલુ મેચોમાં ફિલ્ડિંગ દરમિયાન પોતાની ચપળતા દેખાડી ચૂક્યો હોય. બ્રેવરી એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલા બહાદુરોને વધારાના પોઇન્ટ અપાશે. એવા ખેલાડી, જે શોર્ટલેગ પર ફિલ્ડિંગ કરવા ઇચ્છુક હોય તેમણે પોતાની રિઝ્યુમ bccitestteam@bcci.com પર મોકલવા જણાવાયું છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

શોપિયામાંથી અપહરણ કરાયેલા ત્રણ પોલીસ અધિકારીની હત્યાઃ એકને છોડી મૂક્યો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ આજે સવારે જે ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) અને ચાર પોલીસકર્મીઓનાં અપહરણ કર્યાં હતાં તેમાંથી આતંકવાદીઓએ…

44 mins ago

ખંડિત સ્ટેચ્યૂ, તૂટેલી રેલિંગ… શહેરની શોભા વધારતા ટ્રાફિક આઇલેન્ડની આ છે હાલત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ ટ્રાફિક આઇલેન્ડની શોભા વધારવા માટે અલગ અલગ થીમ પર સ્ટેચ્યૂ મૂક્યાં છે જે હાલ…

1 hour ago

અનંત ચતુર્દશીએ શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે 34 કુંડ બનાવાયા

અમદાવાદ: આવતા રવિવારે અનંત ચતુર્દશી હોઈ દુંદાળાદેવ ગણેશજીની મૂર્તિની દશ દિવસ માટે પ્રતિષ્ઠા કરનારા ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભાવપૂર્વક વિસર્જન…

1 hour ago

દબાણખાતા અને પોલીસને પૈસા આપવા તેમ કહી લારીવાળાઓને લુખ્ખા તત્વોની ધમકી

અમદાવાદ: શહેરમાં અાડેધડ પાર્કિંગ અને રોડ પર ગેરકાયદે દબાણને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવી ટ્રાફિક સમસ્યા હલ કરવાના પ્રયાસો…

1 hour ago

મ્યુનિ. ઢોર પકડવામાં-પશુપાલકો તેના રજિસ્ટ્રેશન માટે ઉદાસીન

અમદાવાદ: હાઈકોર્ટના કડક આદેશ છતાં શહેરમાં રખડતાં ઢોર અને ખાસ કરીને ગાયોનાે ત્રાસ હજુ ઓછો થયો નથી. અનેક વિસ્તારમાં ગાયોના…

2 hours ago

બેન્કમાં જ યુવકનાં રોકડ અને મોબાઈલ લૂંટી બે શખસો ફરાર

અમદાવાદ: હેબતપુર ગામમાં રહેતા અને થલતેજની એક કંપનીમાં નોકરી કરતા યુવક પાસેથી કોઇ બે અજાણ્યા શખસ બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાની…

2 hours ago