Fim Review: ‘શોરગુલ’

સ્વતંત્ર વિજયસિંહ અને વ્યાસ વર્મા નિર્મિત તેમજ જિતેન્દ્ર તિવારી અને પી.સિંહ નિર્દેશિત ‘શોરગુલ’ ફિલ્મમાં ‌િજમી શેરગિલ, અાશુતોષ રાણા, એજાઝ ખાન, સંજય સુરી અને ઋષિતા ભટ્ટ જેવા કલાકારો છે.
અા એક રાજનીતિ પર અાધારિત ફિલ્મ છે, જેમાં હિન્દુ છોકરા અને મુસ્લિમ છોકરીની માસૂમ દોસ્તી રાજકારણનો અખાડો બને છે અને અાખા રાજ્યમાં ઊથલપાથલ થાય છે.
એક ગામમાં ચૌધરી દબદબો રાખતો ઝાટ લીડર છે, જે હંમેશાં ખેડૂતો માટે ઊભો રહે છે. તે તેમની જાતિ અને ધર્મને એક બાજુ રાખીને તેમની સાથે ન્યાય કરે છે. રંજિત ઓમ મોકાનો ફાયદો ઉઠાવનાર ધારાસભ્ય છે. મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે ચૌધરીની ન્યાયપ્રિયતા અને જમીન હડપનાર કાયદા પ્રત્યે તેની લડાઈ ઓમના ઈરાદાઓ વચ્ચે અાવે છે.
ચૌધરીનો પુત્ર રઘુ અને જેનબ સારા મિત્રો છે. જેનબનાં સલીમ સાથે લગ્ન થવાનાં છે. સલીમ શાંતિપ્રિય અને અંતર્મુખી છોકરો છે, જે જેનબને ખૂબ પ્રેમ કરે છે. રઘુને પણ જેનબ સાથે પ્રેમ છે, પરંતુ તે પોતાની સૌથી સારી મિત્રને પોતાની ભાવનાઓ ક્યારેય જણાવતો નથી. સલીમના પિતરાઈ ભાઈ મુસ્તકીમને જેનબની એક હિન્દુ યુવક સાથેની મિત્રતા બિલકુલ ગમતી નથી. તે બંનેના ઈરાદાઓ પર સવાલ ઉઠાવે છે અને સલીમના મનમાં શંકાનાં બીજ રોપે છે. મુસ્તકીમ ધર્માંધ છે, તેને ભડકાવવો અત્યંત સરળ છે. તે રાજકીય દુશ્મનીનો શિકાર બને છે. તેને ભડકાવવામાં અાવતાં તે રઘુની હત્યા કરે છે અને એવું દર્શાવે છે કે તેણે જેનબને ધર્માંતરણમાંથી બચાવી લીધી. સ્થિતિ સાંપ્રદાયિક બને છે અને ચૌધરીના પુત્રનો મામલો ઓમ ઉઠાવે છે અને તેને બે ધર્મની વચ્ચે લડાઈનું રૂપ અાપે છે. •

You might also like