Viral Video : બળેલા પરોઠા અને વઘાર વગરની દાળ ખાઇ રહ્યા છે BSFના જવાનો

અમદાવાદ : સીમા સુરક્ષા દળ (BSF)નાં એક જવાન તેજ બહાદુર યાદવે પોતાના ફેસબુક પાના પર વીડિયો પોસ્ટ કરીને વરિષ્ઠ અધિકારીઓ પર કેટલાક પ્રકારનાં આરોપો લગાવ્યા છે. બીએસએફએ આ વીડિયોનું સંજ્ઞાન લઇને તપાસ ચાલુ કરી દીધી છે. બીએસએફનાં પ્રવક્તા શુભેંદુ ભારદ્વાજે જણાવ્યું કે આ વીડિયો તેમના સંજ્ઞાનમાં છે અને તપાસ કરાઇ રહી છે.

તેજબહાદુર યાદવે ફેસબુક પર પોસ્ટ કરેલા પોતાનાં વીડિયોમાં જવાનોને મળતા ભોજનની ક્વોલિટી મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ આરોપ લગાવ્યો કે જવાનોએ હિસ્સાનો સામાન અધિકારીએ બજારમાં વેચી રહ્યા છે. આ વીડિયો હાલ ફેસબુક પર વાઇરલ થઇ ગયો છે. તેમાંથી એક વીડિયોને આ લખાય છે ત્યાં સુધીમાં 1,64,000 શેર મળ્યા છે. એક અન્ય વીડિયોમાં જવાને બળી ગયેલા પરોઠા દેખાડ્યા છે અને સવાલ ઉઠાવ્યો છે કે શું આવુ ભોજન કરીને જવાન સીમા પર ડ્યુટી કરી શકે છે.

બીએસએફનાં અધિકારીક એકાઉન્ટમાંથી કરાયેલા એક ટ્વીટમાં તેણે જણાવ્યું કે, તેઓ જવાનોની સંભાળ માટે ખુબ જ સંવેદનશીલ છે, કેટલાક કિસ્સાઓ અપવાદ હોઇ શકે છે. જો એવું છે તો તેની તપાસ કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

You might also like