VIDEO: અમે કાયદા-વ્યવસ્થાની સ્થિતિ વધારે સારી કરીશું: શિવાનંદ ઝા

ગાંધીનગરઃ આજે ગુજરાત રાજ્યનાં નવા DGPની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યનાં ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમાર આજે નિવૃત્ત થયાં છે. ત્યારે શિવાનંદ ઝાની નવા DGP તરીકે પસંદગી કરવામાં આવી છે અને તેઓ રાજ્યનાં 37માં નવા DGP બન્યાં છે.

ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝા 1983ની બેચનાં IPS અધિકારી છે. પી.સી ઠાકુર બાદ શિવાનંદ ઝા ગુજરાતનાં કાયમી DGP બન્યાં છે. ગુજરાતનાં નવા DGP તરીકે તેમની નિમણૂંક કરાતા તેઓએ DGP પદનો ચાર્જ સંભાળ્યો છે.

તેઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે,”અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સારી કરીશું. પોલીસનાં પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય તેવો અમે પ્રયાસ કરીશું.

અમારી પોલીસ પૂરા સેવાભાવથી કામ કરશે. રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિની વધારે ચિંતા કરીશું. પોલીસનાં પ્રશ્નોનો ત્વરીત નિકાલ આવે તે માટેનાં પણ સતત પ્રયત્ન કરીશું. રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવવી એ જ અમારી પ્રાથમિકતા છે.”

કોણ છે શિવાનંદ ઝા?
1960માં બિહારમાં શિવાનંદ ઝાનો જન્મ થયો હતો. શિવાનંદ ઝા 1983 બેચના IPS અધિકારી છે અને હાલમાં ગુજરાત IBના વડા તરીકે ફરજ બજાવે છે. તેઓ સુરત અને અમદાવાદના CP તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 2002ના તોફાનો સમયે સેક્ટર-1ના એડિશનલ CP તરીકે પણ ઝાએ ફરજ બજાવી છે.

You might also like