Categories: Dharm Trending

ભગવાન દત્તાત્રેયનો અવતારઃ શિરડીના સાંઈબાબા

સાંઇબાબાને હિંદુઓ ભગવાન દત્તાત્રેય કે ભગવાન શિવના અવતાર માને છે વળી કેટલાક તેમને સંત કબીરના અવતાર રૂપે પણ પૂજે છે અને તેઓ મુસલમાની નજરિયામાં પાક ફકીર હતા. તેઓ અષ્ટાંગ યોગ વિદ્યાના પ્રખર ઉપાસક એવા અવધૂત યોગી હતા.

‘શ્રદ્ધા અને સબૂરી’ તથા ‘સબકા માલિક એક’ એવા સૂત્રો દ્વારા તેમણે ભક્તોને ઉપદેશ આપ્યો. મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા શિરડી નગરમાં સાંઈબાબાનાં દર્શન માટેની મુખ્ય જગ્યા ‘સમાધિ મંદિર’ છે. જે ‘બુટ્ટીવાડા’ તરીકે પ્રચલિત છે. ઇ. સ. ૧૯૧૮માં દશેરાના દિવસે બાબાએ મહાપ્રયાણ કર્યું હતું.

સફેદ પણ ચીંથરેહાલ પોશાક પહેરેલા શિરડીનાં શ્રી સાંઇબાબાની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા, તેમનાં દેખાવને રદિયો આપતી. તેમનો દેખાવ ‘ફકીર’ જેવો હતો પણ હકીકતમાં તો તેઓની પાસે કરુણા અને પ્રેમનો અખૂટ ભંડાર હતો. તેમના નામ ‘સાંઇ’માં, ‘સા’ એ સાશ્વત(જીવંત) અને ‘ઇ’ એ ઇશ્વર(ભગવાન) ને સૂચવે છે.

૨૭ સપ્ટેમ્બર, ૧૮૩૮ની તોફાની રાત્રે, પથરી નામનાં ગામમાં તેમનો જન્મ થયો હતો. એક પ્રચલિત લોકવાયકા મુજબ, એક નિ:સંતાન દંપતી, ફકીર રોશન શાહ મિયાહ અને તેમનાં પત્ની જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં એક અનાથ બાળક(સાંઇબાબા) સાથે તેઓનો ભેટો થયો અને તેઓએ સાંઇબાબાને દત્તક લીધાં.

તેઓએ તેમનું નામ બાબુ રાખ્યું.તેઓ જ્યારે ૪ વર્ષના થયા, રોશન, સૂફી ફકીરનું અવસાન થયું; અને તેઓનાં પત્ની, જેમને બાળક માટે ખૂબ જ લાગણી હતી, તેઓ શોકમગ્ન થઈ ગયાં હતાં. તેઓએ બાબુને વેનકુસા નામના એક વિદ્વાન પંડિતને સોંપી દીધું.

સાંઇબાબા, વેનકુસાના સૌથી પ્રિય શિષ્ય બન્યા. તેઓ વેનકુસાના આશ્રમમાં બાર વર્ષ રહ્યા અને ઘણું બધું શીખ્યા. વેનકુસા સાંઇબાબાને એક ઉદાર અને પવિત્ર આત્મા માનતા. માટે તેમના અવસાન વખતે વેનકુસાએ તેમની દૈવી વિદ્યા, શક્તિઓ અને સિદ્ધિઓ એમને આપી. ગુરુજીનાં અવસાન બાદ તેઓએ આશ્રમ છોડી દીધો અને શિરડી આવી ગયા.

જ્યારે તેઓ પહેલી વાર શિરડીનાં ખંડોબા મંદિરમાં દાખલ થયા, ત્યારે મંદિરના પૂજારીજી મહાલસાપતિએ તેઓને “આવો સાંઇ” કહીને આવકાર્યા અને આ રીતે સાંઇબાબાને તેમનું નામ મળ્યું. ત્યાર બાદ તેઓ શિરડીમાં રહેવા લાગ્યા. પહેલાં તેઓ મંદિરમાં રહેતાં.

પણ તેઓ મંદિરમાં કુરાનનાં શ્લોક બોલતાં જેના કારણે ઘણાં હિંદુઓએ તેમના મંદિરમાં રહેવા બાબતે વિરોધ કર્યો હતો અને તેઓને મંદિર છોડી દેવા જણાવ્યું. મહાલસાપતિ સહિતના અનુયાયીઓ, સાંઇબાબાને શિરડીની એક મસ્જિદમાં લઈ ગયા. સાંઇબાબાએ તે મસ્જિદને “દ્વારકામાઇ” નામ આપ્યું અને પછીનું જીવન તેઓએ ત્યાં જ વિતાવ્યું.

સાંઇબાબા સવારે પાંચ વાગ્યે ઊઠી જતાં. પછી તેઓ દ્વારકામાઇ મસ્જિદની બાજુમાં તાપણું કરવા બેસતાં. સાંઇબાબા ભિક્ષામાં મળેલું ભોજન જ આરોગતાં, તેઓ રોજ પાંચ ઘરેથી ભિક્ષા લેતા. તેઓ ભોજનનાં ત્રણ ભાગ કરતાં: પહેલો પોતાના માટે, બીજો તેમના અનુયાયીઓ માટે, ત્રીજો પશુ-પંખીઓ માટે .

ત્યારબાદ તેઓ તાપણાં પાસે બેસતાં અને અનુયાયીઓનાં પ્રશ્નો ઉકેલતા, પ્રવચન આપતા, જે પછી સાંજની પ્રાર્થના સાથે સમાપ્ત થતું. સાંઇબાબાનું શ્રેષ્ઠ પાસું એ છે કે તેઓ ધર્મ, જાતિ અને પંથનાં ભેદભાવોથી પર છે. હિંદુઓ તેમને ફકીર તરીકે અને મુસ્લિમો તેમને બ્રાહ્મણ તરીકે સ્વીકારે તેવો તે આગ્રહ રાખતા.

સાંઇબાબાએ જન સમુદાય માટે નીચેનો સંદેશો આપ્યો: શ્રદ્ધા- જેનો અર્થ છે ભગવાન પર વિશ્વાસ રાખવો, સબૂરી-એટલે ધીરજ રાખવી, પવિત્રતા-એટલે હ્રદય અને મનની પવિત્રતા જાળવવી, કરુણાભાવ- એટલે દરેક જીવમાત્ર માટે દયાભાવ રાખવો, સમાનતા- એટલે દરેક ધર્મનાં માણસો માટે ભેદભાવ વગરની લાગણી રાખવી, આધીનતા- એટલે અનુયાયીપણું હોવું અને ગુરુને સમર્પિત હોવું. ૧૫ ઓક્ટોબર, ૧૯૧૮, વિજયા દશમીનાં રોજ સાંઇબાબાએ તેમના છેલ્લા શ્વાસ લીધા. •

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

11 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

11 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

11 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

11 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

11 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

11 hours ago