સચિન, વિરાટ, ધોની જે ન કરી શક્યાં તે ધવને કર્યું, બનાવ્યો અનોખો રેકોર્ડ

ટીમ ઇન્ડીયાના ગબ્બર શિખર ધવને જહોનિસબર્ગમાં મેદાનમાં ઇતિહાસ રચી દીધો છે. દક્ષિણ આફ્રિકા વિરુધ્ધની શ્રેણીમાં ચોથી વન ડેમાં ધવને એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે અત્યાર સુધી કોઇ ભારતીય ખેલાડીએ કર્યો નથી. 32 વર્ષના શિખર ધવને 100મી વન ડેમાં સદી ફટકારી યાદગાર બનાવી છે.

ટીમ ઇન્ડીયાએ 1974માં પ્રથમ વન ડે મેચ રમ્યું હતું. ત્યારબાદ 44 વર્ષમાં ભારતીય ખેલાડીઓ 100 વન ડેનાં આંકડાઓ સુધી પહોંચ્યા, પરંતુ પોતાની 100મી વન ડે માં કોઇપણ ભારતીય ખેલાડીએ અત્યાર સુધી સદી ફટકારી નહોતી. અત્યાર સુધી વિશ્વના ખેલાડીઓની વાત કરીઓ તો શિખર ધવન 9 મો ખેલાડી બન્યો છે.

100મી વન ડે માં સદી ફટકારનારા ખેલાડીઓની વાત કરીએ તો સૌથી પહેલા ખેલાડી તરીકે વેસ્ટઇન્ડીઝના ખેલાડીનું નામ છે. વેસ્ટ ઇન્ડીઝના ગોર્ડન ગ્રીનઝે પોતાની 100મી વન ડેમાં પાકિસ્તાન સામે શારજાહમાં 102 રનની ઇનિંગ્સ રમી હતી. ધવનના થોડા સમય પહેલાં જ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નેરે 2017માં 100મી વન ડે ભારતની સામે રમતા બેંગલુરૂમાં 124 રન બનાવ્યા હતા.

100મી વન ડે માં સદી કરનારા ખેલાડીઓ…
1 ગોર્ડન ગ્રીનિઝ 102 રન (વેસ્ટ ઇન્ડિઝ) વિરુધ્ધ પાકિસ્તાન 1988 (શારજાહ)
2. ક્રિસ કેયર્ન્સ 115 (ન્યૂઝીલેન્ડ) વિરુધ્ધ ભારત, 1999 (ક્રાઇસ્ટચર્ચ)
3. યુસૂફ યોહાના 129 (પાકિસ્તાન) વિરુધ્ધ શ્રીલંકા, 2002 (શારજાહ)
4. કુમાર સંગાકાર 101 (શ્રીલંકા) વિરુધ્ધ ઓસ્ટ્રેલિયા, 2004 (કોલંબો)
5. ક્રિસ ગેઇલ (વેસ્ટ ઇન્ડીઝ) 132 વિરુધ્ધ ઇંગ્લેન્ડ, 2004 (લોર્ડસ)
6. એમ. ટ્રેસ્કોથિક 100 (ઇંગ્લેન્ડ) વિરુધ્ધ બાંગ્લાદેશ, 2005 (ઓવલ)
7. રામનરેશ સરવન 115 (વેસ્ટ ઇન્ડીઝ વિરુધ્ધ ભારત, 2006 (બસ્સેટેરે)
8. ડેવિડ વોર્નર 124 (ઓસ્ટ્રેલિયા) વિરુધ્ધ ભારત, 2017 (બેંગલુરૂ)
9. શિખર ધવન 109 (ભારત) વિરુધ્ધ દક્ષિણ આફ્રિકા, 2018 (જ્હોનિસબર્ગ)

You might also like