વડનગરના શેખપુર શાળાના મધ્યાહન ભોજનના સંચાલકે કર્યો આપઘાત, આરોપ શિક્ષકો પર

0 310

મહેસાણા જિલ્લાના વડનગરના શેખપુરમાં મધ્યાહન ભોજનના સંચાલકે આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. જો કે સંચાલકે મરતા પહેલા સ્યૂસાઈડ નોટ પણ લખી છે. સંચાલકે શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યું હોવાનું સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે, વડનગરમાં રહેતા મહેશ ભીખાભાઇ ચૌહાણ શેખપુર ગામની પ્રાથમિક શાળામાં 20 વર્ષથી મધ્યાહન ભોજન સંચાલક તરીકે નોકરી કરતા હતા, પરંતુ શાળાના ત્રણ શિક્ષકો ચા-નાસ્તાનો ખર્ચ માગીને ઓછી સંખ્યા બતાવીને માનસિક રીતે તેમને પરેશાન કરતા હતા.

બીજી બાજુ મહેશભાઈની આર્થિક સ્થિતિ પણ સારી ન હોવાથી તેઓ ટેન્શનમાં રહેતા હતા. એવામાં મંગળવારે સાંજે વડનગરના એક કૂવામાં પડીને તેમણે આપઘાત કરી લીધો હતો. ત્યાર બાદ સંચાલકના પરિવારજનોએ માગણીઓ નહી સ્વીકારે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી.

જો કે આ મામલે જીલ્લા કલેક્ટરે સંચાલકના પરિવારજનોની મુલાકાત લઈને તેમને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. ઘટના સંદર્ભે ઝડપથી કાર્યવાહી કરવાની જિલ્લા કલેક્ટરે વાત કરી હતી.

મૃતકના પરિવારને સહાય આપવા માટે સરકારમાં રજૂઆત પણ કરાશે અને મૃતકની પત્નીને નોકરી આપવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે પરિવારજનોની માગણીઓ સ્વીકારાતા મૃતકોના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો છે અને મોડી રાત્રે પરિવારજનો દ્વારા મહેશભાઈની અંતિમવિધી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સંચાલકે 3 શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યુ હોવાનું જાહેર થયું છે તેથી પોલીસ હવે ફરિયાદ નોંધી તે દિશામાં કાર્યવાહી કરી રહી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.