Categories: Business

નોટબંધી પ્રક્રિયાની યાદી રજૂ કરવી દેશના આર્થિક હિતમાં નહીં: RBI

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીની જાહેરાતના 6 મહીના બાદ ભારતીય રિઝર્વ બેંકએ એ દરમિયાન અપનાવેલી પ્રક્રિયાની યાદી આપવા માટેની ના પાડી દીધી છે અને કહ્યું થે કે આવું કરવું આર્થિક હિતો માટે નુકસાનકારક છે.

એક અરજી પર કેન્દ્રીય બેંકએ કહ્યું કે નોટબંધીની પ્રક્રિયાની માહિતી આપવાથી ભારત સરકારની ભવિષ્યની આર્થિક અથવા નાણાંકીય નીતિઓના રસ્તામાં સમસ્યા આવી શકે છે. RBI પાસેથી એમના કાર્યલયમાં થયેલી એ બેઠકોની યાદી માટે માંગણી કરવામાં આવી હતી જેમાં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઇ નોટબંધીના મુદ્દા પર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ નાણાં મંત્રાલયની સાથે થયેલા પત્ર વ્યવહારની પણ માંગણી કરવામાં આવી હતી.

આરબીઆઇએ જવાબ આપતાં કહ્યું કે, ‘આવેદનમાં માંગવામાં આવેલી સૂચનામાં 500 અને 1000 રૂપિયાની નોટોને પરત લેવાની પ્રક્રિયા પૂરાં થતાં પહેલાની સંવેદનશીલ પૃષ્ઠભૂમિની પણ જાણકારીની માંગણી કરવામાં આવી હતી. આવી સૂચનાઓનો ખુલાસો, એવા નિર્ણય લેવાના ઉદ્દેશ્યની દ્રષ્ટિથી દેશના આર્થિક હિતો માટે નુકસાનકારક થશે.’

આરબીઆઇએ કહ્યું કે આવા પ્રકારની માહિતી આપવાથી ભારત સરકારની ભવિષ્ય આર્થિક અથવા નાણાંકીય નીતિઓના રસ્તામાં સમસ્યા આવી શકે છે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

1 hour ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

2 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

4 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

5 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

5 hours ago

વડોદરાઃ પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, આરોપીને કૂકડો બનાવતો વીડિયો વાયરલ

વડોદરાઃ શહેર પોલીસે હવે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ખંડણી, હત્યા અને અપહરણ સહિતનાં અનેક ગુનામાં સંડોવાયેલો…

6 hours ago