Stock Market: પ્રાઈવેટ બેન્ક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીના શેરમાં સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. ખાનગી બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સહિત ઓટો, સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૨૫ પોઇન્ટના સુધારે ૩૫,૦૪૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૫ પોઇન્ટના સુધારે ૧૦,૬૫૬ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી.

આજે શરૂઆતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૧.૨૦થી ૧.૮૦ ટકા ઉછાળો નોંધાયો હતો. ઇન્ફોસિસનો શેર પણ એક ટકાના સુધારે ખૂલ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે ઓઇલ કંપનીઓના શેર પ્રેશરમાં ખૂલ્યા હતા. એચપીસીએલ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરશન કંપનીના શેરમાં ૦.૫૦થી ૧.૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીપીસીએલ કંપનીનો શેર પણ પ્રેશરમાં ખૂલ્યો હતો.

જોકે આજે ફાર્મા સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. સન ફાર્મા, સિપ્લા કંપનીના શેરમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

ખાનગી બેન્કના શેર અપ
ICICI બેન્ક ૧.૫૬ ટકા
એક્સિસ બેન્ક ૧.૦૫ ટકા
બેન્ક ઓફ બરોડા ૧.૩૯ ટકા
ફેડરલ બેન્ક ૧.૫૫ ટકા
ઈન્ડસ ઈન્ડ બેન્ક ૦.૪૧ ટકા
યસ બેન્ક ૦.૮૭ ટકા

આવતી કાલે પરિણામ પૂર્વે શેરમાં જોવાયેલ વધ-ઘટ
એબીબી + ૦.૪૬ ટકા
બ્લ્યુ ડાર્ટ – ૧.૦૩ ટકા
ગોદરેજ કન્ઝ્યુ. – ૦.૬૫ ટકા
જ્યુબિલન્ટ ફૂડ + ૨.૨૭ ટકા
સિન્ટેક્સ + ૦.૨૯ ટકા
એસકેએફ ઇન્ડિયા – ૦.૧૦ ટકા

ફાર્મા સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ
સિપ્લા ૨.૦૩ ટકા
એલેમ્બિક ફાર્મા ૧.૨૬ ટકા
એજન્તા ફાર્મા ૧.૭૬ ટકા
સન ફાર્મા ૧.૧૭ ટકા
લ્યુપિન ૨.૭૬ ટકા
ટોરન્ટ ફાર્મા ૧.૭૫ ટકા

ડોલર સામે રૂપિયો ૧૪ મહિનાના તળિયે
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ચાર પૈસા મજબૂત ૬૬.૮૨ની સપાટીએ ખૂલ્યો હતો, જોકે ક્રૂડના ઊંચા ભાવ તથા ડોલરના વધતા આકર્ષણના પગલે તુરત જ ડોલરમાં ખરીદી નોંધાતાં રૂપિયો ઝડપતી તૂટીને ૬૭ની સપાટી વટાવી ગયો હતો. એક સમયે ડોલર સામે રૂપિયો ૬૭.૦૬ની સપાટીએ પણ પહોંચી ગયેલો જોવા મળ્યો હતો. આજે રૂપિયો ૨૦ પૈસા તૂટ્યો હતો, જે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૭ બાદની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયેલો જોવા મળ્યો હતો.

સોનું ફરી એક વખત ઓલટાઈમ હાઈની નજીક
આજે શરૂઆતે સોનામાં સુધારાની ચાલ જોવા મળી હતી. ૦.૩૩ ટકાના સુધારે વૈશ્વિક બજારમાં સોનું ૧,૩૧૭ ડોલરની સપાટીએ જોવા મળ્યું હતું. રૂપિયાની નરમાઇના પગલે ઘરઆંગણે સોનું ૩૨,૫૦૦ની સપાટીએ પહોંચી ગયું હતું, જ્યારે ચાંદીમાં પણ ૪૦,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૪૦,૩૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. વૈશ્વિક બજારમાં ચાંદી ૦.૭૩ ટકાના મજબૂત સુધારે ૧૭ ડોલર પ્રતિઔંસની સપાટી નજીક ૧૬.૫૫ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળ્યું હતું.

દેશની અર્થવ્યવસ્થા દાયકામાં બમણી થશે
એશિયન ડેવલપમેન્ટ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો ઇકોનોમિક ગ્રોથ સાત ટકાથી ઊંચો જોવાશે. ભારતની ઇકોનોમી આગામી ૧૦ વર્ષના સમયગાળામાં બમણી થઇ જશે. બેન્કના જણાવ્યા પ્રમાણે આર્થિક વિકાસ ૨૦૧૮-૧૯માં ૭.૩ ટકા, ૨૦૧૯-૨૦માં ૭.૬ ટકા રહેવાનું અનુમાન બેન્ક દ્વારા વ્યક્ત કરાયું છે.

You might also like