Categories: Dharm

શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ પિતૃને પહોંચે છે

જેવી રીતે અહીંથી મોકલેલા રૂપિયા લંડનમાં પાઉન્ડ, અમેરિકામાં ડોલર અને જાપાનમાં યેન બની જાય છે એવી જ રીતે પિતૃઓ પ્રતિ કરવામાં આવેલાં શ્રાદ્ધનું અન્ન, શ્રાદ્ધ કર્મનું ફળ આપણા પિતૃઓ જ્યાં હોય, જેવા હોય એમને અનુરૂપ એમને મળી જાય છે. એનાથી સંતૃષ્ટ થઇને તેઓ શ્રાદ્ધકર્તાનાં કુળમાં કુલીન સંતાન અને સુખ સંતોષ પ્રદાન કરે છે.

ટેલિફોન અને ટેલિવિઝન વગેરે યંત્રો હજારો કિલોમીટરનું અંતર મિટાવી દે છે એ પ્રત્યક્ષ છે. આ યંત્રો કરતાં પણ મંત્રોનો પ્રભાવ ઘણો જ વધારે હોય છે. ભગવાન રામચંદ્રજી પણ શ્રાદ્ધ કરતા હતા. પૈઠણના મહાન આત્મજ્ઞાની સંત થઇ ગયા શ્રી એકનાથજી મહારાજ. પૈઠણના નિંદક બ્રાહ્મણોએ એકનાથજીને નાત બહાર મૂકી દીધા હતા અને એમના શ્રાદ્ધનો બહિષ્કાર કર્યો હતો. એ યોગસંપન્ન એકનાથજીએ બ્રાહ્મણોના પિતૃઓ અને પોતાના પિતા, પિતામહ, પ્રપિતામહ કે જેઓ પિતૃલોકમાં હતા એમને બોલાવીને ભોજન કરાવ્યું. આ જોઇને પૈઠણ બ્રાહ્મણો ચકિત થઇ ગયા અને એકનાથજી મહારાજ પાસે પોતાના અપરાધોની ક્ષમા યાચના કરી.

દેવલોક અને પિતૃલોકનું આયુષ્ય માનવીય હજારો વર્ષો કરતાં વધારે હોય છે.શ્રાદ્ધ પર્વનું વર્ણન મહાભારતના ચોથા ખંડ, સ્ત્રી પર્વમાં છવ્વીસમા અધ્યાયમાં તથા શ્રાદ્ધ કલ્પનું સવિસ્તાર વર્ણન વાયુપુરાણના ૭૧ થી ૮૧મા અધ્યાય સુધી તેમજ મત્સ્યપુરાણમાં પણ શ્રાદ્ધ કલ્પ અને પિતૃ ગાથા વર્ણનમાં આવે છે. આથી પિતૃઓ તેમજ પિતૃલોકની સત્યતા સ્વીકારીને એનો લાભ લેવો જોઇએ અને શ્રાદ્ધ કરવું જોઇએ.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

divyesh

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

12 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

13 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

13 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

15 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

16 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

17 hours ago