VIDEO: CM રૂપાણીનાં કાર્યક્રમમાં જૈન મહારાજ ગુમાવી બેઠા ભાન, કાર્યકરને માર્યો મુક્કો

પાટણમાં મુખ્યમંત્રી રૂપાણીએ શંખેશ્વરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન એક જૈન મહારાજ સાહેબ ગુસ્સે થઇ ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના એવી છે કે વૃદ્ધ જૈન મહારાજ સાહેબને જવાની જીદ કરતાં તેમને રોકવામાં આવ્યાં હતાં.

ગુસ્સે ભરાયેલાં મહારાજ સાહેબે તેઓને રોકનાર કાર્યકરને મુક્કો માર્યો હતો. અને જેથી આ ઘટનાને લઇ આસપાસમાં ઊભેલા તમામ લોકો ત્યાં સ્તબ્ધ થઈ ગયાં હતાં. આથી જૈન સાધુ હિંસક બનતાં જૈન સાધુની ગરિમા ઉપર અનેક સવાલો ઉઠ્યાં હતાં.

જૈન સમાજનાં સાધુને જૈન સમાજમાં પૂજવામાં આવે છે. તેમનાં જ દ્વારા આવી હીન ઘટનાને અંજામ આપતાં લોકો આવાક બની યાં હતાં. નોંધનીય છે કે જૈન સાધુને ત્યાગ અને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ અહિંસકનો બોધ પાઠ આપતાં જૈન સાધુ જ ભાન ગુમાવી બેઠા ને તેઓ હિંસક બની ગયાં.

You might also like