શાહિદે પત્ની મીરાંનો ભાંડો ફોડ્યો, કહ્યું, ‘અભિનેત્રી નથી પણ…’

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કોઈ ફિલ્મી પરિવારમાં નથી, પણ સ્ટાઈલની બાબતમાં તે કોઈ અભિનેત્રીથી જરાય ઉતરતી નથી. શાહિદની પત્ની મીરાની ફેશનથી લોકો પરિચિત જ છે. મીરા પોતાની સ્ટાઈલ અને લુકના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

મીરા પોતાના બ્રાઈડલ લુક વખતે પણ એટલી જ ચર્ચામાં હતી. બોલિવૂડની પાર્ટી હોય કે કોઈ ઈવેન્ટ્સ હોય મીરા રાજપૂત હંમેશા પરફેક્ટ લુકમાં જોવા મળતી હોય છે. શાહિદ કપૂરે પણ હાલમાં જ પોતાની પત્ની વિશે કેટલાક ખુલાસા કર્યાં છે.

શાહિદે કહ્યું છે કે, તેની પત્ની મીરા પાસે તેના કરતા પણ વધારે ચપ્પલો છે. શાહિદે કહ્યું છે કે, ‘મારી અને મીરા પાસે એક જ જેટલા કપડાં છે. મારું ઘર મારા લગ્નના 6 મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યું હતું. તે સમયે મારા ઘરમાં છોકરીના કપડા અને વૉર્ડરોબ માટે કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ખાલી મારા કપડાં માટે જ જગ્યા હતી. હવે મારા જેટલા જ કપડાં મીરાના પણ છે. મારું અને મીરાનું વૉર્ડરોબ એકસરખું જ છે.’

શાહિદ વધુમાં કહે છે કે, ‘મીરા પાસે એટલા બધા જૂતાં છે કે મારા વૉર્ડરોબમાં તેના માટે જગ્યા જ નથી. હું તેના જૂતા જેમ જેમ આવતા તેમ તેમ ફેંકતો જઉં છું.’શાહિદની હાલની રિલીઝ થયેલી ફિલ્મ પદ્માવતને ખૂબ સારો રિસપોન્સ મળ્યો છે. શાહિદની કોઈ પહેલી ફિલ્મ એવી છે, જે 200 કરોડ ક્લબમાં પહોંચી છે.

You might also like