ZEROના સેટ પર ચોપરથી જાય છે SRK, મુંબઇ-વસઇ જવા માટે ખર્ચ કરે છે લાખો રૂપિયા

શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં બિઝી છે. ડિરેક્ટર આનંદ એલ.રાયની ફિલ્મમાં શાહરૂખ ખાન ઠીંગણાના પાત્રમાં છે. કહેવાય છે કે, આ શાહરૂખના કરિયરનો સૌથી અઘરો રોલ છે.

હાલમાં’ ઝીરો’ નું શૂટિંગ અત્યારે મહારાષ્ટ્રના વસઈમાં ચાલે છે. જાણકારી અનુસાર હજુ શૂટિંગ પૂરું થવામાં બે મહિના જેટલો સમય લાગશે. શાહરૂખ બોલિવુડના એક એવા સ્ટાર્સ પૈકી એક છે જે સમયની કદર કરે છે. એટલે જ ફિલ્મનું શૂટિંગ જલ્દી પૂરું કરવા માટે શાહરૂખ પ્રાઈવેટ ચોપરથી શૂટિંગ માટે જાય છે. મુંબઈથી વસઈ સુધી જવામાં દરરોજ ટ્રાફિકથી બચવા માટે શાહરૂખ પ્રાઈવેટ ચોપરનો ઉપયોગ કરે છે.

મુંબઈથી વસઈ સુધીના 2.5 કલાકના માટે દરરોજ 1.5 લાખથી વધારે ખર્ચ થાય છે. શાહરૂખ નાઈટ શૂટ માટે સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સેટ પર રોકાય છે અને પછી ઘરે પાછા આવે છે. 2.5 કલાકના આ સફર માટે તે દરરોજ 1 લાખ 50 હજાર ભાડું ચૂકવે છે. એટલે કે એક અઠવાડિયાનો આવવા-જવાનો ખર્ચો 10 લાખ 50 હજાર રૂપિયા થાય છે.

‘ઝીરો’ એક રોમેન્ટિક ફિલ્મ છે. જેમાં અનુષ્કા શર્મા અને કેટરીના કેફ પણ જોવા મળશે. હિમાંશુ શર્માએ આ ફિલ્મ લખી છે અને આનંદ એલ. રાયે ડિરેક્શન કર્યું છે. 21 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે.

You might also like