Categories: Gujarat

અેસજી હાઈવે પર રાજનગર ક્લબના જુગારધામમાં દરોડા

અમદાવાદ: શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ અક્ષત ટાવરમાં કલબના નામે ચાલતા જુગારધામનો પીસીબીએ પર્દાફાશ કર્યો છે. ગત મોડી રાત્રે પીસીબી અને વસ્ત્રાપુર પોલીસે જુગારધામ પર દરોડો પાડી મેનેજર સહિત ૩ર જુગારિયાને ઝડપી લીધા હતા. પોલીસે કલબમાંથી જુગાર રમવાનાં પ્લાસ્ટિકનાં ર૮૩ કોઈન, પત્તાંની કેટ, ૩૦ મોબાઇલ ફોન રોકડા રૂ.ર.૯૧ લાખ, છ ગાડીઓ સહિત ૧૬ વાહન મળી કુલ રૂ.૩૭.૭પ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કલબના માલિક ભરતભાઇ પટેલ (રહે. દ્વારકેશ કોમ્પ્લેક્સ, કલાસિક હોટલ પાસે, નવરંગપુરા) ફરાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘના હાથ નીચે કામ કરતી પીસીબી સ્કવોડના ઇન્ચાર્જ ડીવાયએસપી એમ.કે. રાણાને બાતમી મળી હતી કે નવરંગપુરા વિસ્તારમાં રાજનગર કલબ એસોસિઅેશન નામે કલબ ચાલુ હતી. હાલમાં બોડકદેવના અક્ષત ટાવરમાં પાંચમા માળે પાંચ દુકાનમાં કલબના ઓઠા હેઠળ પ્લાસ્ટિકના સિક્કા આપી જુગારધામ ચાલે છે. તેવી બાતમીના આધારે એમ.કે. રાણા અને તેમની ટીમ તેમજ વસ્ત્રાપુર પી.આઇ. એચ.પી. કરેણ સહિતના સ્ટાફે મોડી રાતે અક્ષત ટાવરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમ્યાન ૩ર જેટલા જુુગારિયાને હાર-જીતના પૈસા, પાનાંનો જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે કલબમાં હાજર વ્યક્તિને પૂછપરછ કરતા દીપક જયંતીલાલ શાહ (રહે. દેસાઇની પોળ, સરસપુર) હોવાનું જણાવ્યું હતું. પોતે કલબના મેનેજર હોવાનું જણાવી આ કલબના માલિક ભરતભાઇ દ્વારકાપ્રસાદ પટેલ હોવાનું જણાવ્યું હતું. કલબમાં જુગાર રમવા આવતા માણસોનાં નામો રજિસ્ટરમાં લખી તેઓ પાસેથી પૈસા લઇ પૈસા મુજબ અલગ અલગ કલરના કોઇન આપવામાં આવતા હતા. અલગ અલગ ટેબલ પર જુગાર રમાડવામાં આવતો હતો. ચાર ટેબલ પર જુગારિયા જુગાર રમી રહ્યા હતા. પોલીસે અલગ અલગ પ્લાસ્ટિકના ર૮૩ કોઈન, રોકડ રૂ.ર.૯૧ લાખ, પત્તાંની કેટનાં બોક્સ, ૩૦ મોબાઇલ ફોન, છ ગાડી સહિત ૧૬ વાહન કબજે કર્યાં હતાં. કલબના માલિક ભરતભાઇ પટેલ હિસાબનાં નાણાં લઇ ગયા હોવાનું કલબના મેનેજર દીપક શાહે પોલીસને જણાવ્યું હતું. ઝડપાયેલા જુગારિયા પૈકી નિશિથ ખત્રી, મોહન રબારી, વસંત ધૂળાભાઇ પટેલ, અનિલ કૌશલ, યોગેશ શૈલી, બળવંત બારોટ, શંભુભાઇ દેસાઇ, રિતેશ પટેલ, દીપક શાહ અને રમેશ ઠાકોર પર જુગારના કેસ થઇ ચૂક્યા છે. હાલ પોલીસે તમામ સામે જુગાર ધારા મુજબ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારિયા
શંભુભાઇ માધવભાઇ દેસાઇ (રહે.બાપુકૃપા સોસા., ગુુુરુકુળ રોડ, વસ્ત્રાપુર), અમિતસિંહ રમેશસિંહ ચંદેલા (રહે. ડી-ટી-૧, રાજવી કોમ્પ્લેક્સ, ગુરુકુળ રોડ, વસ્ત્રાપુર), જયશીલ વિનોદભાઇ પટેલ (રહે.૧૮ મનીકમલ સોસા., સાલ હોસ્પિટલ પાસે, વસ્ત્રાપુર), અનિલ રતનકુમાર કૌશલ (રહે.એ-૧૦ર, સહજાનંદ હોમ, ન્યૂ રાણીપ), બળવંત રૂઘનાથભાઇ બારોટ (રહે. અરમાન બંગલોઝ, થલતેજ), દિલીપભાઇ જયંતીભાઇ શાહ (રહે. દેસાઇની પોળ, સરસપુર), પ્રકાશ કાંતિલાલ શાહ (અલ્ટીએસ-૩, સિંધુ ભવન, બોડકદેવ), કાંતિલાલ ભુદરભાઇ પટેલ (રહે. પરમયુગ વિલા, મેમનગર), રમેશકુમાર સત્યનારાયણ અગ્રવાલ (રહે.ગાલા લોટસ વિલા, સરખેજ), કિશોર કેદારસિંહ રાજપૂત (રહે. શાસ્ત્રીનગર, નારણપુરા), ધ્રુપલ ભાઇલાલભાઇ પટેલ (રહે. શ્યામ સત્તાધાર સોસા., ઘાટલોડિયા), નિશિત દલપતરામ ખત્રી (રહે. સાંદીપનિ વન, નવરંગપુરા), અલ્લારખાં ગુલામહુસેન શેખ (રહે. પાર્કલેન્ડ, સરખેજ), રણછોડભાઇ નાથાભાઇ પટેલ (રહે. શ્યામ શુકન રેસિ., ગાંધીનગર), ભાવિક રાજેન્દ્રભાઇ પટેલ (રહે. હરિહરાશ્રય બંગલો, થલતેજ), દેવરાજભાઇ નારણભાઇ દેસાઇ (રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા), અતુલભાઇ કાંતિલાલ પટેલ (રહે.હરિપાર્ક સોસા., નારણપુરા), યોગેશ રામસ્વરૂપ શૈલી (રહે. શ્યામપ્રીત રેસી., બોપલ), પંકજ હિંમતલાલ સોની (રહે. ત્રિશલા હોમ, હેબતપુર, સોલા), તુષારસિંહ ખેંગારસિંહ રાજપૂત (રહે. શાયોના બંગલોઝ, ઘાટલોડિયા), વસંત ધૂળાભાઇ પટેલ (રહે. નારાયણ બંગલોઝ, સોલા), અનિલ હરજી પાટીદાર (રહે. અક્ષત ટાવર, બોડકદેવ), રિતેશ એસ. પટેલ (રહે. પટેલવાસ, બોડકદેવ ગામ), મોહનભાઇ હરજીભાઇ રબારી (રહે. રબારીવાસ ગોતા ગામ), મહેશસિંગ રામકરણસિંગ સિંગ (રહે. પર્લ એપાર્ટ. શ્યામલ), ગિરીશભાઇ રતિલાલ ઠક્કર (રહે. રોઝવૂડ ટાવર, આનંદનગર), રમેશ કાનજી ઠાકોર (રહે. નારણપુરા, જૂના ગામ), હેમલ વસંતભાઇ શાહ (રહે. ચોરાવાળી માતાની પોળ, સરખેજ), આશિષ બાબુભાઇ પટેલ (રહે. સેન્ટોસા બંગલોઝ, ભાડજ), જગદીશ પ્રેમજીભાઇ ઝાલેરા (રહે. પટેલ વાસ, જોધપુર ગામ) સુનીલ ઉદેસિંગ ઠાકોર (રહે. નારણપુરા, જૂના ગામ) નો સમાવેશ થાય છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

54 mins ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

2 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

2 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

3 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

3 hours ago

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

5 hours ago