રોજ સેક્સ કરવાથી થઇ શકે આ ફાયદા

રોમાન્સ કરવામાં ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે છે. ઇન્ટરકોર્સ દરમિયાન તમારા શરીરમાં થતાં માનસિક પરિવર્તનો તમે વર્કઆઉટ કરો તેવાં જ પરિવર્તન લાવે છે. તેનાથી તમે તમારા ધબકારામાં વધારો થવા જેવા ફેરફાર પણ મહેસૂસ કરી શકો છો. તેનો અર્થ એ થાય છે કે, તમને તેનાથી થાકનો અનુભવ થાય છે અને તેનાથી અફકોર્સ તમે કેલરીઝ પણ બર્ન કરો છો.

સેક્સ દરમિયાન થતાં ટેસ્ટેસ્ટેરોનના સર્જનથી તમારાં હાડકાં અને સ્નાયુ પણ મજબૂત બને છે. જો તમે સપ્તાહમાં ત્રણ દિવસ સરેરાશ 15 મિનિટ સેક્સ કરો તો તમે એક વર્ષમાં 7,500 કેલરી બર્ન કરી શકો છો. આટલી કેલરી બર્ન કરવા સામાન્ય રીતે 75 માઇલ ચાલવું પડે છે. વળી, સેક્સ વખતે તમે ઊંડા શ્વાસ પણ લો છો, જેનાથી તમારા કોષોને ઓક્સિજન મળે છે.

ઇન્ટરકોર્સ દરમિયાન સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં એન્ડ્રોફિન્સનો સ્રાવ થાય છે. આ હોર્મોન જે પેઇનકિલરનું કામ કરે છે. ગીના ઓગ્ડેન દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, ઇન્ટરકોર્સ અને ખાસ તો ઓર્ગેઝમ વખતે ગમે તેવું દર્દ વ્યક્તિ ભૂલી જાય છે. જો તમારી પાર્ટનર તેના માટે ના પાડે તો તેને સમજાવો કે, સેક્સ તમારી સમગ્ર રિપ્રોડક્ટિવ સિસ્ટમ માટે સારું છે અને તેનાથી મસ્લસની એક્સરસાઇઝ થતી હોવાથી તમારા રિપ્રોડક્ટિવ ઓર્ગન શેપમાં રહે છે. સેક્સથી મહિલાઓની ફળદ્રુપતા વધે છે અને મોનોપોઝ મોડું આવે છે.

મોટી ઉંમરના 40 ટકાથી વધુ પુરુષોને ઉત્તેજનામાં કમીની સમસ્યા હોય છે. કેટલાક કેસોમાં તો યુવાનોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. તેનાથી બચવાનો સૌથી સારો ઉપાય છે સેક્સ. લિંગમાં આવેલી ઉત્તેજના તેમાં રક્તનો સંચાર કરે છે અને તેના ટિશ્યૂને હેલ્ધી રાખે છે. તે જેટલું વધારે થાય તેટલી જ ઉત્તેજના વધુ ટકી રહે છે.

વિજ્ઞાન જણાવે છે કે, સેક્સ એક અસરકારક સ્ટ્રેસ રીલિફ છે. સેક્સ દરમિયાન શરીરમાં ડોપામાઇનનું સર્જન થાય છે, જે સ્ટ્રેસ સામે લડવા ખૂબ જ ઉપયોગી છે. તેને એન્ડોર્ફિન્સ તરીકે ઓળખાતા હેપીનેસ હોર્મોનનો પર્યાય પણ માનવામાં આવે છે.

સેક્સ દરમિયાન પુરુષોના શરીરમાંથી જે ફ્લુઇડ બહાર આવે છે તે તેમના પ્રોસ્ટેટમાં સંગ્રહાયેલું હોય છે. જો તે બહાર ન આવે તો તેનાથી સોજાથી લઈને બીજા પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તેનો રેગ્યુલર સ્રાવ થતો રહે તો મોટી ઉંમર સુધી પણ પ્રોસ્ટેટની કોઈ સમસ્યા નથી થતી.

You might also like