Categories: Business

સેન્સેક્સ ૨૬ હજારની નીચેઃ બેન્ક સ્ટોક્સ રેડ ઝોનમાં

અમદાવાદ: વૈશ્વિક બજારના પ્રેશરે આજે શરૂઆતે સ્થાનિક શેર બજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. સેન્સેક્સ શરૂઆતે જ ૨૬ હજારની સપાટી તોડી હતી. બીએસઇ સેન્સેક્સમાં ૨૫૬ પોઇન્ટના ઘટાડે ૨૬ હજારની સપાટી તોડી ૨૫,૯૦૧ની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૮૧ પોઇન્ટના ઘટાડે ૭,૯૦૦ની સપાટી તોડી ૭,૮૮૧ની સપાટીએએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. બેન્કિંગ સ્ટોક્સની આગેવાનીએ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

બેન્ક નિફ્ટીમાં પણ ૦.૯૨ ટકાનો ઘટાડો જોવાયો હતો. મેટલ સ્ટોક્સમાં ૦.૨૮ ટકા તૂટ્યા હતા. પીએસયુ બેન્ક, ફાઇન્નાશિયલ સર્વિસ સેક્ટરના સ્ટોક્સમાં પણ નરમાઇ જોવા મળી હતી.
આજે શરૂઆતે ક્રેઇન ઇન્ડિયા, પાવર ગ્રીડ કંપનીના શેરમાં નરમાઇ જોવા મળી હતી. બીજી બાજુ વિપ્રો કંપનીના શેરમાં ૦.૨૨ ટકા, એસીસી કંપનીના શેરમાં ૦.૧૭ ટકાનો સુધારો નોંધાયો હતો. એક્સિસ બેન્કમાં ૧.૪૭ ટકા, બેન્ક ઓફ બરોડામાં ૧.૨૯ ટકા, ICICI બેન્કમાં ૧.૮૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ક્રૂડમાં ત્રણ ટકાનો ઉછાળો
સાઉદી અરેબિયા અને ઇરાનના વણસેલા સંબંધને લઇને આંતરરાષ્ટ્રીય ક્રૂડમાં બજારમાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યો છે. નાયમેક્સ ક્રૂડ ૧.૪૪ ટકાની તેજી સાથે ૩૭.૫૮ ડોલર પ્રતિ બેરલની સપાટીએ, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ૦.૮૮ ટકાના સુધારે ૩૮ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો છે.

રૂપિયો ૧૧ પૈસા નબળો ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા નબળો ૬૬.૨૫ની સપાટીએ ખૂલ્યો હતો. ગયા સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૬.૧૪ની સપાટીએ બંધ થયો હતો.

આ શેર્સ શરૂઆતે ઘટ્યા
ભારતી એરટેલ ૧.૭૮ ટકા
એચડીએફસી ૧.૨૮ ટકા
ટાટા મોટર્સ ૧.૧૬ ટકા
ICICI બેન્ક ૧.૧૦ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૦૬ ટકા
લ્યુપિન ૦.૯૬ ટકા
હીરો મોટો કોર્પ ૦.૮૯ ટકા
ભેલ ૦.૮૮ ટકા
એક્સિસ બેન્ક ૦.૭૭ ટકા
હિંદાલ્કો ૦.૭૭ ટકા

admin

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

11 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

12 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

12 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

12 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

13 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

13 hours ago