બજેટ પૂર્વે રિયલ્ટી અને મેટલ ઈન્ડેક્સમાં ભારે તેજી જોવાઈ

0 4

અમદાવાદ, શનિવાર
કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં શેરબજારમાં ૨૫ ટકાથી વધુનો સુધારો નોંધાયા બાદ વર્ષ ૨૦૧૮ની શરૂઆતના સમયગાળામાં પણ તેજીની ચાલ નોંધાતી જોવા મળી છે. નિફ્ટી ૧૦,૬૮૦ની નવી ઊંચી સપાટીએ જોવા મળી હતી. એ જ પ્રમાણે સેન્સેક્સ પણ ૩૪,૫૯૦ની નવી ઊંચાઇએ જોવા મળ્યો હતો.

૧લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ છે, જેમાં કેટલાક સેક્ટરને રાહત અપાય તેવી શક્યતાઓ પાછળ તેજીની ચાલ જોવા મળી છે. ખાસ કરીને મેટલ અને રિયલ્ટી સેક્ટરના સ્ટોક્સમાં મોટો ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો, જેના પગલે મેટલ સેક્ટર ઇન્ડેક્સમાં પણ અનુક્રમે ૬.૦૬ ટકા અને રિયલ્ટી ઇન્ડેક્સમાં ૫.૯૪ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે ઓટો સેક્ટર ઇન્ડેક્સ અને ટેલિકોમ ઇન્ડેક્સમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.

દરમિયાન બે સપ્તાહમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૧.૭૬ ટકા, જ્યારે લાર્જકેપ ઇન્ડેક્સમાં ૧.૫૭ ટકાનો સુધારો નોંધાયો હતો. તેની સામે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩.૯૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે સેન્સેક્સમાં બે સપ્તાહમાં માત્ર ૧.૫૭ ટકાનો સુધારો જોવાયો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારે તાજેતરમાં જ રિયલ્ટી સેક્ટરને રાહત મળે તેવાં પગલાં લેતાં રિયલ્ટી સેક્ટરના શેરને સપોર્ટ મળ્યો હતો.

બે સપ્તાહમાં વિવિધ ઈન્ડેક્સમાં જોવા મળેલ વધ-ઘટ
ટકાવારીમાં વધારો
સેન્સેક્સ  + ૧.૫૭
બીએસઈ  + ૧.૮૭
ઓટો ઈન્ડેક્સ  – ૦.૯૯
બેન્ક્સ ઈન્ડેક્સ   + ૦.૮૩
કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ  + ૪.૭૭
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ   + ૪.૭૭
ફાઈનાન્સ ઈન્ડેક્સ    + ૧.૨૩
ફાર્માસ્યુટિકલ ઈન્ડેક્સ   + ૧.૧૩
લાર્જકેપ ઈન્ડેક્સ   + ૧.૫૭
મેટલ ઈન્ડેક્સ   + ૬.૦૬
મિડકેપ ઈન્ડેક્સ    + ૧.૭૬
ઓઈલ એન્ડ ગેસ    + ૦.૪૯
પાવર ઈન્ડેક્સ    + ૧.૧૩
રિયલ્ટી ઈન્ડેક્સ   + ૫.૯૪
સ્મોલકેપ ઈન્ડેક્સ   + ૩.૯૬
ટેલિકોમ ઈન્ડેક્સ   – ૦.૯૫

loading...

Leave A Reply

Your email address will not be published.