ઉત્તરાયણ પૂર્વે જ શેરબજારનો પતંગ ફૂલ હવામાં, ઑઈલ-બેંકના સ્ટોક્સમાં ઉછાળો

અમદાવાદ, શુક્રવાર
શેરબજાર આજે પણ ઊંચા ગેપથી ખૂલ્યું હતું. કંપનીઓનાં સારાં પરિણામ, વૈશ્વિક શેરબજારમાં સકારાત્મક ચાલ તથા બજેટમાં મોટા પ્રમાણમાં આર્થિક સુધારા કરાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ એફઆઇઆઇની લેવાલીના પગલે શેરબજાર નવી ઊંચાઇએ જોવા મળ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૧૯ પોઇન્ટના સુધારે ૩૪,૬૨૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૫ પોઇન્ટના સુધારે ૧૦,૬૮૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, એચડીએફસી કંપનીના શેરમાં ૦.૬૦ ટકાથી ૦.૭૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ગઇ કાલે ટીસીએસ કંપનીના રિઝલ્ટ આવ્યા બાદ આજે આ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. આ શેરમાં ૦.૯૦ ટકાનો શરૂઆતે ઘટાડો જોવાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ જોરદાર ખરીદી નોંધાઇ હતી. મિડકેપ ઇન્ડેક્સ ૦.૪ ટકા, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સન ટીવી, જેએસડબ્લ્યુ એનર્જી, ભારત ફોર્જ, ઉત્તમ ગાલ્વા, એમ્ટેક ઓટો, એમ્ફેસિસ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સારા બજેટના આશાવાદે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે.

ઓઈલ એન્ડ ગેસ કંપનીના શેરમાં ઉછાળો
રિલાયન્સ –  ૦.૫૧ ટકા
ઓએનજીસી – ૦.૫૮ ટકા
કેસ્ટ્રોલ –  ૧.૦૧ ટકા
એચપીસીએલ  –  ૦.૦૪ ટકા
ગેઈલ  –  ૦.૦૩ ટકા

ખાનગી બેન્કના શેરમાં સુધારો
એક્સિસ બેન્ક  – ૦.૩૧ ટકા
ઈન્ડસઈન્ડ બેન્ક   – ૧.૦૮ ટકા
ફેડરલ બેન્ક  – ૦.૭૪ ટકા
યસ બેન્ક –  ૦.૧૬ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક – ૦.૦૫ ટકા

You might also like