Stock Market : સેન્સેક્સ-નિફ્ટીની સૂસ્ત ચાલઃ મિડકેપમાં લેવાલી

અમદાવાદ: આજે શરૂઆતના ટ્રેડિંગમાં ઘરેલુ શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીની સૂસ્ત ચાલ જોવા મળી હતી. સેન્સેક્સ નિફ્ટીમાં ૦.૨ ટકાનો નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ હાલ આ લખાઇ રહ્યું છે ત્યારે ૨૬.૬૯ પોઇન્ટના નજીવા ઉછાળા સાથે ૩૮,૯૨૩ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી ૦.૭૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૭૩૯ પર ટ્રેડ કરી રહી છે, જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરમાં લેવાલી જોવા મળી છે.

બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં પણ ૦.૭ ટકાનો ઉછાળો નજરે પડી રહ્યો છે. એ જ રીતે બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫ ટકા વધ્યો છે.

પીએસયુ બેન્ક, ફાર્મા, મેટલ, ઓટો અને ઓઇલ એન્ડ ગેસ શેરમાં લેવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી ૨૮,૨૭૫ની સપાટી પર ફ્લેટ છે. આઇટી, એફએમસીજી અને પ્રાઇવેટ બેન્કના શેરમાં દબાણ જોવા મળી રહ્યું છે.

ડોલરની તુલનાએ રૂપિયો આજે ૨૨ પૈસા તૂટીને ૭૦.૩૨ની સપાટીએ ખૂલ્યો હતો, જોકે ગઇ કાલના ટ્રેડિંગમાં રૂપિયો નજીવા વધારા સાથે બંધ રહ્યો હતો. જોકે સોનામાં તેજી જોવા મળી રહી છે. ૧૦ ગ્રામ સોનામાં રૂ. ૧૩૭ના વધારા સાથે આજે ૩૦,૧૩૯ની સપાટીએ સોનું ટ્રેડ કરી રહ્યું છે. વેદાંતા, ગેઇલ, ઓએનજીસી, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, યુપીએલ, સન ફાર્મા જેવા દિગ્ગજ શેરમાં ૦.૯થી ૨.૨ ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

You might also like