Stock Market : પ્રારંભિક ઉછાળા બાદ સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં

અમદાવાદ: આજે શેરબજારમાં ૧૫૦ પોઈન્ટની તેજી સાથે શરૂઆત થઈ હતી. પ્રારંભિક કામકાજમાં નિફ્ટી ૧૧,૫૦૦ની સપાટીને પાર કરવામાં સફળ રહી હતી, જ્યારે સેન્સેક્સમાં ૧૫૦ પોઇન્ટથી વધુની તેજી જોવા મળી હતી, જોકે થોડી જ વારમાં શરૂઆતનો ઉછાળો ધોવાઇ ગયો હતો અને નિફ્ટી ૧૧,૪૮૦ની આસપાસ આવી ગઇ હતી અને સેન્સેક્સ પણ ૩૮,૦૦૦ની નજીક જોવા મળ્યો હતો.

ત્યાર બાદ આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ફરી ૧૨૯.૧૦ પોઇન્ટના ઉછાળા સાથે ૩૮,૧૪૭ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ૩૧.૩૦ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૫૦૮ પર ટ્રેડ કરી રહી છે.

શરૂઆતમાં બીએસઇ પર હુડકોનો શેર ૮.૪૫ ટકા, શ્રેય ઈન્ફ્રા.નો ૩.૭૯ ટકા, ગેન્યુઅલનો ૩.૮૬ ટકા, ઇન્ડિયા બુલ્સ એસ્ટેટનો ૩.૮૫ ટકા અને વેલસ્પન કોર્પોરેશનનો શેર ૩.૫૪ ટકા મજબૂત થયો હતો.

મિડકેપ-સ્મોલકેપ શેરમાં લેવાલી જોવા મળી છે. આઇટી, પ્રાઇવેટ બેન્ક, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને કેપિટલ ગુડ્સ શેરમાં દબાણ જોવાયું છે.

બેન્ક નિફ્ટી ૦.૨૫ ટકાના ઘટાડા સાથે ૨૭,૩૧૪ની સપાટીએ ટ્રેડ કરી રહી છે. ફાર્મા અને રિયલ્ટી શેરમાં લેવાલીનો માહોલ છે.

ટીસીએસ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેન્ક, હિંદાલ્કો જેવા દિગ્ગજ શેરમાં ૦.૫ ટકાથી સાત ટકા સુધીનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે ગેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, લ્યુપિન, કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ જેવા શેરમાં ૦.૮ ટકાથી ૨.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

You might also like