Categories: Business

PSU બેન્ક શેરમાં પાનખરઃ સેન્સેક્સ ૧૭૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું છે. પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં નોંધાયેલા ઘટાડાની અસર શેરબજાર ઉપર પણ જોવા મળી છે. સેન્સેક્સ ૧૭૦ પોઇન્ટના ઘટાડે ૩૩,૮૪૦, જ્યારે નિફ્ટી ૪૯ પોઇન્ટના ઘટાડે ૧૦,૪૦૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

ઓટો, આઇટી શેરમાં વેચવાલી જોવા મળી હતી. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેર પણ તૂટ્યા હતા તો બીજી બાજુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓના શેરમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી.

દરમિયાન આજે પીએનબી કંપનીનો શેર વધુ ૩.૨૫ ટકા તૂટ્યો હતો. આ શેર આજે શરૂઆતે રૂ. ૧૨૧.૫૫ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેર એક ટકાથી બે ટકા તૂટ્યા હતા, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, સન ફાર્મા અને આઇટીસી કંપનીના શેરમાં સાધારણ સુધારાની ચાલ જોવા મળી હતી.

આ શેરમાં ૦.૭૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ મિડકેપ સેક્ટર ઇન્ડેક્સ ૦.૨ ટકા, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૨૫ ટકા તૂટ્યો હતો. સેન્ટિમેન્ટ ‘ઓવરઓલ વીક’ છે અને તેની અસર શેરબજાર ઉપર જોવા મળી રહી છે.

એશિયાઈ શેરબજાર પોઝિટિવ
આજે એશિયાનાં શેરબજાર પોઝિટિવ ખૂલ્યાં હતાં, જોકે હેંગસેંગ, તાઇવાન અને ચીનનું શાંઘાઇ શેરબજાર બંધ હતું, જ્યારે જાપાનનો નિક્કી શેરબજાર ઇન્ડેક્સ ૨૮૮ પોઇન્ટના સુધારે ૨૨ હજારની સપાટી ક્રોસ કરી ૨૨,૦૦૯ની સપાટીએ જોવા મળ્યો હતો, જ્યારે સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી શેરબજાર ઇન્ડેક્સ પણ પોઝિટિવ ખૂલ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ઉછાળો
આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં તેજીની ચાલ જોવા મળી છે. અમેરિકામાં માગમાં ઉછાળો નોંધાતાં ભાવને સપોર્ટ મળ્યો છે. નાયમેક્સ ક્રૂડના ભાવમાં ૧.૨૫ ટકાનો સુધારો નોંધાઇ ૬૨.૫ ડોલર પ્રતિબેરલની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ એક ટકાનો સુધારો નોંધાઇ ૬૫.૪ ડોલર પ્રતિબેરલની સપાટીએ ભાવ પહોંચી ગયો હતો. નાઇજિરિયાએ ૧૦૦ મિલિયન લિટર ગેસોલીનની ખરીદી કરી હોવાના બહાર આવેલા સમાચારે ભાવને સપોર્ટ મળ્યો હતો.

પીએસયુ બેન્કના શેર વધુ તૂટ્યા
એસબીઆઈ ૧.૪૯ ટકા
પીએનબી ૫.૧૭ ટકા
બેન્ક ઓફ બરોડા ૧.૯૭ ટકા
કેનેરા બેન્ક ૨.૦૩ ટકા
વિજયા બેન્ક ૨.૪૦ ટકા
આઈઓબી ૩.૬૭ ટકા
યુકો બેન્ક ૭.૨૨ ટકા
અલ્લાહબાદ બેન્ક ૫.૫૭ ટકા
આંધ્ર બેન્ક ૨.૦૩ ટકા
કોર્પોરેશન બેન્ક ૧.૫૧ ટકા
ઓરિયન્ટલ બેન્ક ૨.૧૯ ટકા
દેના બેન્ક ૨.૫૬ ટકા

મેટલ શેર ઘટ્યા
ટાટા સ્ટીલ ૨.૮૬ ટકા
સેઈલ ૧.૪૭ ટકા
જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૩૬ ટકા
હિંદાલ્કો ૦.૩૮ ટકા
કોલ ઇન્ડિયા ૦.૧૦ ટકા
નેશનલ એલ્યુ. ૦.૫૭ ટકા

સિટી યુનિયન બેન્ક પર હેકર્સનો હુમલોઃ શેર ચાર ટકા તૂટ્યો
પંજાબ નેશનલ બેન્કના બહાર આવેલા કૌભાંડ બાદ સિટી યુનિયન બેન્ક પર હેકર્સ દ્વારા હુમલો થયો હોવાના સમાચાર બહાર આવ્યા છે. હેકર્સ દ્વારા બેન્કમાંથી બાર કરોડથી પણ વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ રકમ દુબઇ, ચીન કે તુર્કીમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ‘સ્વિફ્ટ’ એક કોડ હોય છે અને આ કોડ દ્વારા દુનિયાભરમાં બેન્કની ઓળખ થાય છે. હેકર્સે સ્વિફ્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ રકમ ટ્રાન્સફર કરી છે. દરમિયાન આ સમાચારોને પગલે શરૂઆતે બેન્કના શેરમાં ૪.૧૪ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૬૫ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

14 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

15 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

15 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

16 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

16 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

17 hours ago