Stock Market : રૂપિયામાં રિકવરીઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં ચઢાવ-ઉતાર

અમદાવાદ: રૂપિયામાં રિકવરી અને ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો વચ્ચે આજે શેરબજાર તેજી સાથે ખૂલ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં સેન્સેક્સ ૫૧ પોઇન્ટ તૂટીને ૩૮,૮૭૦ની સપાટીએ આવી ગયો હતો.

આજે રૂપિયાની શરૂઆત ૧૫ પૈસાની મજબૂતાઇ સાથે થઇ હતી અને ડોલર સામે ૭૨.૩૦ની સપાટીએ રૂપિયો ખૂલ્યો હતો. સોમવારે રૂપિયો ૭૨.૪૫ની સપાટીએ બંધ થયો હતો. રૂપિયામાં રિકવરી દેખાઇ રહી છે અને લખાઇ રહ્યું છે ત્યારે ૦.૬૮ પૈસાની તેજી સાથે હાલ રૂપિયો ૭૨.૪૨ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સમાં પણ ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. અત્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે ૩૨.૨૭ પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ ૩૭,૯૫૪ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ૬.૮૦ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૪૪૪ની સપાટીએ ટ્રેડ કરી રહી છે.

િનફ્ટી પર ફાર્મા અને પીએસયુ બેન્ક શેરમાં લેવાલી જોવા મળી રહી છે. મેટલ અને કન્ઝપ્શન શેરમાં નબળાઇ દેખાઇ રહી છે. યુપીએલ, કોલ ઇન્ડિયા, ગ્રાસિમ, ઇન્ફોસિસ, એચયુએલ, એમએમટીસી, શ્રી ઇન્ફ્રા, હિંદુસ્તાન કોપરના શેરમાં તેજી દેખાઇ રહી છે, જ્યારે ભારતી એરટેલ, સિપ્લા, ટાટા મોટર્સ, વેદાંતા, બજાજ ફાઇનાન્સ વગેરેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

નિફ્ટીમાં ૧૧માંથી પાંચ ઇન્ડેક્સ રેડ ઝોનમાં છે. આઇટી, ફાર્મા અને બેન્ક શેરમાં તેજી જોવાઇ છે. એફએમસીજી અને મેટલ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઓટો ઇન્ડેક્સમાં નજીવી તેજી દેખાઇ રહી છે. બેન્ક નિફ્ટી, પ્રાઇવેટ બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી
રહ્યો છે.

You might also like