“જન્નત” ફેમ સોનલનો દીવાનો, મોકલે છે રોજના 1000 ગુલાબ!

મુંબઇઃ ફિલ્મી સિતારાઓના ફેન્સના અનેક લોકો હોય છે. કેટલાક તો એવા પણ દિવાના હોય છે કે જે સિતારાઓના નાકમાં દમ કરી નાખે છે. તો કેટલાક એવા પણ હોય છે કે તેમના ફેવરીટ સ્ટારને ગિફ્ટ આપીને તેમને સરપ્રાઇઝ આપે છે. હાલમાં જન્નત ફેમ સોનલનાં ત્યાં પણ કાંઇક આવો જ સિલસીલો ચાલી રહ્યો છે.

અભિનેત્રી સોનલ ચોહાણનો તેનો દિવાનો ફેન રોજ સવારે એક હજાર ગુલાબ તેના ઘરે મોકલે છે.  છેલ્લાં કેટલાય દિવસથી આ સિલસીલો ચાલી રહ્યો છે. અત્યાર સુધી હજારો ગુલાબ સોનલને તે ગિફ્ટ કરી ચૂક્યો છે. જો કે તે ફેન કોણ છે તેની તેને પણ ખબર નથી. પણ સોનલના ઘરે રોજ સવારે હાજર ગુલાબનો ગુલદસ્તો આવી જ જાય છે.

સોનલે થોડા દિવસ પહેલાં જ ઇન્સ્ટ્રાગ્રામ પર ફૂલો સાથેના તેના ફોટા શેર કર્યા છે. ગુલાબના ફૂલોની વચ્ચે બેસીને તેણે ફોટો ક્લિક કરાવ્યો છે. જે તેણે ઇન્ટ્રાગ્રામ પર શેર કર્યો છે. હાલ સોનલ અરબાદ ખાન સાથે એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેની તસ્વીરો પણ તેણે ઇન્ટ્રાગ્રામ પર શેર કરી છે.

You might also like