Categories: World News

CIAના પૂર્વ ડાયરેક્ટર માઈક પોમ્પિયો અમેરિકાના ૭૦મા વિદેશ મંત્રી બન્યા

વોશિંગ્ટન: ભારતીયો અને મુસ્લિમો પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે ચર્ચાસ્પદ રહેલા અને સીઆઈએના પૂર્વ ડાયરેક્ટર રહી ચૂકેલા માઈક પોમ્પિયોએ આખરે આજે અમેરિકાના ૭૦મા વિદેશ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ અગાઉ વિરોધ છતાં અમેરિકન સેનેટે તેમનાં નોમિનેશનને સમર્થન આપ્યું હતું.

શપથ ગ્રહણ સમારોહ બાદ તરત અમેરિકન વિદેશ વિભાગે જાહેરાત કરી હતી કે નવા વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ૩૦ એપ્રિલ સુધી બ્રસેલ્સ, રિયાધ, જેરુસાલેમ અને ઓમાનની મુલાકાત લેશે.

આ અગાઉ અમેરિકન સેનેટે સીઆઈએના પૂર્વ ડાયરેક્ટર પોમ્પિયોનાં નામ પર ૪૨ વિરુદ્ધ ૫૭ મતથી બહાલી આપવામાં આવી હતી. માઈક પોમ્પિયો હવે પૂર્વ વિદેશ મંત્રી રેક્સ ટિલરસનના અનુગામી બને છે જેમની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હકાલપટ્ટી કરી હતી. વિદેશ વિભાગની પ્રવકતા હિથર નોર્ટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સેમ્યુઅલ અલિતોએ અદાલતના વેસ્ટ કોન્ફરન્સ ખંડમાં માઈક પોમ્પિયોને વિદેશ મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે ટ્વિટ કરીને અમેરિકાના નવા વિદેશ મંત્રીને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે માઈક પોમ્પિયો અમેરિકાનાં હિતને આગળ રાખશે. મને તેમના પર વિશ્વાસ છે. મારું તેમને સમર્થન છે. આજે અમેરિકાના ૭૦મા વિદેશ મંત્રી બનવા પર હું તેમને અભિનંદન પાઠવું છું.

ડોનાલ્ડ ટ્રમ્પે પણ માઈક પોમ્પિયોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે એક પ્રતિભાવાન, ઊર્જાવાન અને બુદ્ધિમાન માઈક જેવી દેશ ભક્ત વ્યક્તિ જો વિદેશ વિભાગનું નેતૃત્વ કરે તો આ ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સમયમાં આપણા દેશ માટે અતુલ્ય સંપદા હશે.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

10 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

10 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

10 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

11 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

11 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

12 hours ago