VIDEO: રાહુલે કર્યો રોડ-શો, એક યુવતી સેલ્ફી લેવા ચઢી ગઇ વાન પર

ગુજરાત: આગામી ચૂંટણીને લઇ ચૂંટણી પ્રચાર શોરજોરથી ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં શોરજોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. જેને લઇ હાલમાં રાહુલ ગાંધી ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધીએ ભરૂચનાં કંથારિયા પર રોડ શો યોજ્યો હતો. જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાહુલ ગાંધીનાં આ રોડ શોને જોવાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. અનેક લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતાં.

પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે કંથારિયામાં રાહુલ ગાંધી કંઇક અલગ જ અંદાજમાં પણ જોવા મળ્યા. રોડ શોમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી. અહીં રાહુલ ગાંધી સાથે એક યુવતી સેલ્ફી લેતા પણ નજરે પડયા. તો સાથે આ યુવતીએ રાહુલ ગાંધીનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કર્યું હતું. મહત્વનું છે કે, રોડ શો દરમિયાન રાહુલ ગાંધી નાણા મંત્રી અરૂણ જેટલી અને પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા હતાં.

રાહુલ ગાંધીએ એમ જણાવ્યું કે,”હિન્દુસ્તાનને કોઈ ફોરેન ઈન્સીટયુટનું સર્ટીફિકેટ નથી જોઈતું. પરંતુ હિન્દુસ્તાનને પોતાની જનતાનું સર્ટીફિકેટ જોઈએ છે. એટલે જ પ્રજાનું એમ કહેવું છે કે અરૂણ જેટલી અને નરેન્દ્ર મોદી ફેઈલ છે.”

You might also like