આવકવેરા વિભાગે લાલૂના સંતાનોની સંપત્તિ જપ્ત કરી : સૂત્ર

0 1

પટના : સુત્રોનાં હવાલાથી વહેતા થયેલા સમાચારો અનુસાર રાજદ નેતા લાલૂ પ્રસાદ યાદવનાં ત્રણેય બાળકોની આવકવેરા વિભાગે સંપત્તી જપ્ત કરી લીધી છે. સુત્રો અનુસાર બેનામી સંપત્તિ મુદ્દે આવકવેરાવિભાગે મીસા ભારતી, તેજસ્વી, તેજપ્રતાપ યાદવની સંપત્તિ જપ્ત કરવાનાં આદેશ આપ્યા. લાલૂ યાદવની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસ ભારતીએ આવકવેરા વિભાગને નોટીસ પાઠવી છે.

જુલાઇનાં પહેલા અઠવાડીયામાં આવકવેરા વિભાગની ઓફીસમાં રજુ થઇને બેનામી લેવડ દેવડ અંગે સ્પષ્ટી કરણ આપવા માટે કહેવાયું છે. મીસા ભારતી અને તેનાં પતિ શૈલેશ કુમારને આવકવેરા વિભાગે બે વખત સમન મોકલીને હાજર થવા માટે જણાવ્યું હતું જો કે તે હાજર રહ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે 16 મેએ ઇનકમ ટેક્સે લાલુ યાદવનાં 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ તથા અન્ય સંબંધિત 1000 કરોડ રૂપિયાનાં કથિત બેનામી સોદા મુદ્દે કરવામાં આી હતી.

વિભાગે દિલ્હી, ગુડગાંવ, રેવાડીમાં કેટલાક જાણીતા વ્યાપારીઓ તથા રિયલ એસ્ટેટ એજન્ટ તથા અન્યનાં પરિસરો પર દરોડા પાડ્યા હતા. બિહાર ભાજપનાં વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ લાલુ પરિવાર પર બેનામી સંપત્તિનાં મુદ્દે કેટલાક આરોપ લગાવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે લાલુ પરિવારે એક કંપની દ્વારા દિલ્હીમાં 115 કરોડ રૂપિયાની સંપત્તિ પોતાને નામ કરાવી હતી.

loading...

Leave A Reply

Your email address will not be published.