જુહી ચાવલાની સુંદરતાનું રહસ્ય જાણો

1967માં જન્મેલી જૂહી ચાવલાએ 1986માં બનેલી ‘સલ્તનત’ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી. આ પહેલાં તે ‘મિસ ઇન્ડિયા’નો ખિતાબ જીતી ચૂકી છે. તેણે ભારત તરફથી મિસ યુનિવર્સ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. મિયામી-ફ્લોરિડામાં યોજાયેલી મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં સર્વશ્રેષ્ઠ પરિધાનનો ખિતાબ જીતનાર જૂહી ફિલ્મોની દુનિયામાં ઘણા ખિતાબ જીતી. દરેક પ્રકારની ભૂમિકા એક અલગ ખૂબીથી નિભાવનાર જૂહીએ કોમેડી પાત્રોને પણ એટલો જ ન્યાય આપ્યો છે. કોમેડી સારી રીતે ભજવી શકે તેવી અભિનેત્રીઓ ઘણી ઓછી હોય છે તેમાં જૂહી સામેલ છે.

હાલમાં તે ‘ચોક એન્ડ ડસ્ટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. શિક્ષકો અંગેની આ ફિલ્મનું નિર્દેશન જયંત ગિલાટર કરી  રહ્યા છે. ફિલ્મમાં શબાના આઝમી, દિવ્યા દત્તા, ગિરીશ કર્નાડ અને જેકી શ્રોફ જેવા કલાકારો છે. જૂહી બોલિવૂડની એ અભિનેત્રીઓમાં સામેલ છે, જેના પર વધતી ઉંમરની અસર દેખાતી નથી. ઉંમર વધવા છતાં જેણે પોતાની સુંદરતા  જાળવી રાખી છે. તે કહે છે કે હું વહેલી સવારે ગાર્ડનમાં ચાલુ છું. નિયમિત યોગ કરું છું. બધું જ ખાઉંં છું. મીઠાઇ પણ આરોગું છું. દરેક વસ્તુ નિયત માત્રામાં લઉં છું અને તેથી હું કંઇ મિસ કરતી નથી. હું ગળી વસ્તુ કે મીઠાઇ ખાવાની શોખીન નથી. મને ગિફ્ટમાં પણ મીઠાઇ પસંદ નથી. હું ખુદ પણ સગાં-સંબંધીઓને ભેટમાં મીઠાઇ આપતી નથી. તેના બદલે સૂકો મેવો અને ખજૂર આપું છું. જ્યારે મારી સામે મીઠાઇ મૂકી હોય ત્યારે હું ખુદને કહું છું કે બિલકુલ ઓછી લેજે. આ અવાજની વાત માની લઉં છું અને તેના જાદુઇ પરિણામો સામે આવે છે.

You might also like