Categories: Gujarat

ગૃહિણીઓને રાહતઃ સિઝનમાં ભરાતા મસાલાના ભાવ રપ ટકા ઘટી ગયા

અમદાવાદ: ઉનાળાની શરૂઆતે જ આખા વર્ષ માટે ભરવામાં આવતા બારમાસી મસાલાના ભાવોનાં રપ ટકા જેટલો ઘટાડો થતાં ગૃહિણીઓના બજેટ પરનો બોજો થોડો હળવો થશે. હળદર, ધાણા, જીરું, હિંગ, કોકમ જેવાં રસોડામાં રોજબરોજ વપરાતા મસાલાનો બાર મહિનાનો સ્ટોક ગૃહિણીઓ મસાલાની સિઝનમાં ખરીદે છે.

આ વર્ષ હવે બજારમાં બારમાસી મસાલાની નવી આવક શરૂ થઇ ગઇ છે. હળદર મોટા ભાગે સાંગલી મહારાષ્ટ્ર, નિઝામાબાદ અને આંધ્રપ્રદેશના બજારમાંથી આવે છે. જેમાં મિડિયમ નિઝામ રાજાપુરીના ભાવ રૂ.૧૦૦થી રૂ.૧૪૦ પ્રતિ કિલો અને પ્યોર સેલમના ભાવ ચાલુ વર્ષે ૧૮૦ના ભાવે મળવાની શરૂઆત થઇ છે. જે ગત વર્ષે રૂ.ર૪૦થી ખુલ્યા હતા.

ધાણા અને ધાણીનો મોટા ભાગનો જથ્થો સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, કુંભણ, અમરેલી અને બોટાદના માર્કેટમાં ઠલવાય છે. જેની સુગંધ પ્રમાણમાં ઓછી હોય છે. તેના પ્રતિ કિલો ભાવ રૂ.પ૦ થી ૧ર૦ ખુલ્યા છે. જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાનની ગ્રીન ધાણી અને ધાણા જે મોટે ભાગે ગૃહિણીઓ એક વર્ષ માટે સંગ્રહ કરે છે તેનો ભાવ રૂ.૧૪૦થી ૧પ૦ ‌પ્રતિ કિલો છે.

દેશી જીરુંની ગણનામાં સૌરાષ્ટ્ર આવે છે. સૌરાષ્ટ્રનું જીરું પાતળું જ્યારે ઊંઝાનું જીરું જેમાં રાજસ્થાનથી પણ બજારમાં ઠલવાય છે તેનો દાણો થોડો જાડો હોય છે. જીરુંના ભાવ આ વર્ષે રૂ.૧પ૦થી રૂ.૧૮૦ પ્રતિ કિલો ખુલ્યા છે. મેથી મોટા ભાગે મધ્યપ્રદેશ જાવરાથી આવે છે. જેના ભાવ રૂ.૪૦ થી ૮૦ પ્રતિ કિલો, કોકમ લોનાવાલા રૂ.૧૦૦થી ૧૬૦ પ્રતિ કિલો અને હિંગ રૂ.૧૬૦થી ૩ર૦ પ્રતિ કિલોના ભાવ રહ્યા છે.

ગુજરાતમાં વસંત પંચમીથી શરૂ થતી મરચાંની સિઝનમાં ૧ર૦૦ કરોડનો મરચાંનો વેપાર થાય છે. મરચાંની રેશમ, ડબલપટ્ટો, કાશ્મીરી જે ફેવરિટ છે તે ઉપરાંત કુલ ૩પ જાતનું મરચું વેચાય છે. જેના ભાવ કિલો દીઠ રૂ.૧૩૦થી રપ૦ રહે છે. જે ઘટીને આવ વર્ષે ૧૩૦ થી રૂ.૧૯૦ જેટલા રહ્યા છે. આંધ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતનું ગોંડલનું મરચું બારેમાસી સિઝનમાં ભરાય છે.

વસ્તુનું નામ ગત વર્ષેના ભાવ આ વર્ષના ભાવ
હળદર ૧૮૦-ર૪૦ ૧૦૦ થી ૧૮૦
ધાણા-ધાણી ૮૦-રર૦ ૪પ થી ૧૪૦
જીરું ૧૬૦-ર૪૦ ૧૪પ થી ૧૯૦
કોકમ ૧૬૦-ર૦૦ ૧૦૦ થી ૧પ૦
મેથી ૪૦ થી ૧૦૦ ૪૦ થી ૯૦
રાઇ ૪૦ થી ૮૦ ૪૦ થી ૭૦
હિંગ ર૦૦ – ૪૦૦ ૧પ૦ થી ૩ર૦
લાલ મરચું પાઉડર ૧૩૦ થી રપ૦ ૧૩૦ થી ૧૯૦
વરિયાળી ર૦૦ ૧૮૦
તલ ૧ર૦ થી ૧પ૦ ૧ર૦ થી ૧૪૦

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

4 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

4 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

5 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

7 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

8 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

8 hours ago