UP ચુંટણી: પ્રથમ ચરણમાં 3 વાગ્યા સુધી આશરે 54 ટકા વોટિંગ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચુંટણીના પ્રથમ ચરણના મતદાનમાં શનિવાર સવારે શરૂ થઈ ગયું હતું. શાંતિપૂર્ણ મતદાન માટે પ્રશાસન તરફથી બધી તૈયારીઓ પૂરી કરી લીધી છે અને કેટલાક સંવેદનશીલ બૂથો પર વીડિયોગ્રાફીની પણ ગોઠવણ કરવામાં આવી છે. પ્રથમ ચરણમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 15 જિલ્લાઓની 73 વિધાનસભા સીટો પર સવારથી જ વોટરોની લાઈનો લાગી છે.

યુપીમાં પ્રથમ ચરણની 73 વિધાનસભા સીટો પર બપોરના 3 વાગ્યા સુધીમાં આશરે કુલ 54 ટકા મતદાન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે શામલી જિલ્લામાં 3 વાગ્યા સુધી 54 ટકા મતદાન કરવામાં આવ્યું હતું. જ્યારે બુલંદ શહેરમાં 54.51 ટકા જ્યારે મુઝફ્ફરનગર અને બાગપતમાં પણ 54 ટકા જ્યારે આગરા 51.17 ટકા વોટરોએ વોટિંગ કર્યું હતું.

જ્યારે કે એટા જનપદની 4 વિધાનસભા સીટો પર બપોરના 3 વાગ્યા સુધીમાં 55.01 ટકા વોટિંગ નોંધાયું હતું. જણાવી દઈએ કે આ પ્રથમ ચરણમાં 2,60,17,128 મતદારો પોતાનો મતદાન કરવાનો અધિકાર વાપરીને પ્રથમ ચરણમાં 839 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે ઈવીએમ મશીનોમાં કેદ કરશે. પ્રથમ ચરણમાં મતદાનની જાણકારી આપતા યુપીના મુખ્ય ચુંટણી અધિકારી ટી. વેંક્ટેશે કહ્યું કે પ્રથમ ચરણમાં કુલ 2,60,17,128 મતદારો મતદાનમાં ભાગ લેશે.

You might also like