Categories: World

હિંદ મહાસાગમાં ડ્રેગન પર નજર રાખશે ‘સી ગાર્ડિયન’

ચીનથી ડોકલામ મુદ્દા પર ચાલુ વિવાદની વચ્ચે ભારત માટે પોતાની દરિયાઇ સુરક્ષા મહત્વની થઇ ગઇ છે. એવામાં અમેરિકા પાસેથી ભારતને મળનાર 22 સી ગાર્ડિયન ડ્રોનથી હિંદ મહાસાગરમાં દેશની સુરક્ષાને નવી મજબૂતી મળે એવી આશા છે. ભારતની દરિયાઇ સુરક્ષા 7500 કિલોમીટર લાંબી છે. સાઉથ ચાઇના સી માં ચીનના આંતરરાષ્ટ્રીય નિયમોની ઉપબ્ધતા બતાવતા અને હિંદ મહાસાગરમાં પોતાનો દબદબો વધારવાના પ્રયત્નોને જોતચા ભારતને અમેરિકી ડ્રોન મળવું ખૂબ જ જરૂરી છે.

સી ગાર્ડિયન ડ્રોન અમેરિકા સહિત એમની સહયોગી સેનાઓનું અહમ રક્ષા ઉપકરણ છે. એની તાકાતનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે આ ડ્રોન સતત 40 કલાક ઉડાન કરતાં દુશ્મનની કોઇ પણ હરકત પર નજર રાખવામાં સક્ષમ છે. જો કે એક ઓફિસરે જણાવ્યું છે કે ભારતને સી ગાર્ડિયન આપવાના નિર્ણયથી ભારત અમેરિકાના સંબંધો મજબૂત થશે, એનાથી અમેરિકામાં 2000 નવી જોબ્સ પણ જશે. પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન ભારતને 2 અરબ ડોલરમાં ડ્રોન આપવા પર રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપે સહમતિ વ્યક્ત કરી હતી.

ગાર્ડિયન ડ્રોનથી હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની દેખરેખની ક્ષમતામાં વધારો થશે અને ચીનની સાથે પાવર બેલેન્સ બનાવવામાં પણ મદદ મળશે. અમેરિકાએ પહેલી વખત કોઇ દેશને આ ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે, જે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠનનો સભ્ય નથી. ભારતે તાજેતરમાં જ ઇઝરાયલથી 10 હેરોન ડ્રોનોની ખરીદી કરવાનો કરાર કર્યો છે. જેની કિંમત 400 મિલિયન ડોલર છે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

41 mins ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

49 mins ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

1 hour ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

1 hour ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

1 hour ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

1 hour ago