AIની મદદથી વિજ્ઞાનીઓએ બીજી દુનિયામાંથી આવતા રેડિયો તરંગો પકડ્યા

બેંગલુરુ: ધરતીથી દૂર બ્રહ્માંડનાં રહસ્યને જાણવામાં માણસોને રસ રહ્યો છે. આવી શોધ માટે ૧૦ કરોડ ડોલરના બજેટ સાથે ચલાવવામાં આવી રહેલા ખગોળીય કાર્યક્રમ ‘બ્રેકથ્રુ લિસન’ને મોટી સફળતા મળી છે. વિજ્ઞાનીઓને બહારની દુનિયામાંથી આવતા તરંગો મળ્યા છે.

સંશોધકોનું કહેવું છે કે તરંગો જે સોર્સમાંથી આવી રહ્યા છે ત્યાં જીવનની શક્યતાઓનો ઇનકાર ન કરી શકાય. સોમવારે મોડી રાત્રે કરાયેલી જાહેરાત મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વિજ્ઞાનીઓએ ૭ર નવા ફાસ્ટ રેડિયો વિસ્ફોટની જાણકારી મેળવી, જે FRB-121102થી આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આપણી આકાશગંગા મિ‌લ્કીવેથી આ ગેલેક્સી લગભગ ત્રણ અબજ પ્રકાશવર્ષ દૂર છે. FRB-121102ની ઓળખને લઇ પહેલી જાહેરાત ગયા વર્ષે થઇ હતી. આ સંશોધનનું શ્રેય યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના પીએચડી રિસર્ચર ડો.વિશાલ ગજ્જરને જાય છે. ડો.વિશાલ મૂળ ગુજરાતના છે.

ફાસ્ટ રેડિયો બર્સ્ટ ખરેખર તો અત્યંત સં‌િક્ષપ્ત અવ‌િધની દૂર આકાશગંગામાંથી આવતા રેડિયો તરંગો હોય છે. તેને પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં પાકર્સ ટેલિસ્કોપથી પકડવામાં આવ્યા હતા. ત્યાર બાદ દુનિયાભરમાં ઘણાં રેડિયો ટેલિસ્કોપ દ્વારા FRBsની ઓળખ થઇ.

‘બ્રેેકથ્રુ લિસન’ તરફથી જણાવાયું છે કે એક વિસ્ફોટ દરમિયાન મોટા ભાગના FRBsની ઓળખ કરાઇ છે, તેનાથી ઊલટું FRB-121102 એકલી એવી ગેલેક્સી છે કે જ્યાંથી તરંગો નીકળી રહ્યા છે.

ર૦૧૭માં ‘બ્રેકથ્રુ લિસન’ની દેખરેખ દરમિયાન વેસ્ટ વર્જિનિયામાં ગ્રીન બેન્ક ટેલિસ્કોપની મદદથી કુલ ર૧ બર્સ્ટની ઓળખ થઇ શકી છે.

‘બ્રેકથ્રુ’ના કાર્યકારી નિર્દેશક પીટ વોર્ડને કહ્યું કે હાલમાં તમામ શોધ શક્ય નથી. નવા કેસને સામેલ કરીને હાલનો ડેટા બેઝ અપડેટ કરાયો છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે નવા FRBsની જાણ થતાં એ સમજવામાં મદદ મળશે કે રહસ્યમય સ્રોત કેટલા પાવરફુલ છે. આગળ જતાં એવા સિગ્નલ પણ પકડી શકાશે કે જે ક્લાસિકલ અલ્ગોરિધમથી છૂટી જાય છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago