OMG! સુપરમેનની તાકાતને હકીકતમાં બદલશે આ ખાસ કોન્ટેક લેન્સ

લંડન: કોમિકસ અને હોલિવૂડ ફિલ્મોમાં મોટાભાગના લોકોએ સુપરમેનની અદભુત તાકાતનાં હેરતભર્યાં દ્શ્યો તો જોયાં જ હશે. ત્યારે ફિલ્મોમાં ભલે આવાં પાત્રો અને તેની તાકાત કાલ્પનિક હોય પણ પરંતુ વિજ્ઞાનીઓએ હવે તેને હકીકતમાં બદલવા એવા ખાસ કોન્ટેક લેન્સની રચના કરી છે કે જેનાથી માનવીની આંખોમાંથી પણ રોશનીનાં કિરણો નીકળતાં જોવા મળશે.

બ્રિટન ખાતેની યુનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રયુજના સંશોધકોએ દાવો કર્યો છે કે તેમના દ્વારા જે લેસર કોન્ટેકટ લેન્સ બનાવવામાં આવ્યા છે તે પહેરવાથી માણસની આંખોમાંથી પણ રોશનીનાં કિરણો નીકળવાં લાગશે. આ માટે જાણકારોએ ખૂબજ બારિક સ્ટિકર તૈયાર કર્યાં છે. જેને કોન્ટેક લેન્સ પર લગાવી શકાશે.

યુનિ. ઓફ સેન્ટ એન્ડ્રયુજના પ્રોફેસર માલ્ટે ગેદરના જણાવ્યા અનુસાર પ્રાચીન ગ્રીસમાં દાર્શનિક પ્લુટોનું માનવું હતું કે આંખોનું બીમ દ્શ્ય ધારણાની મધ્યસ્થતા કરે છે. આ બીમ દ્વારા પર્યાવરણની તપાસ કરી શકાય છે. અને પ્લુટોની આ થિયરીને આગળ વધારી આ પાત્રની રચના કરવામાં ‍આવી છે.

અને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં આંખોમાં પહેરી શકાય તેવા આ ઉપકરણની મદદથી કોઈપણ વ્યકિત તેની આંખોમાંથી લેસર બીમ છોડી શકશે. આ લેસર લગભગ ૨૦ ઈંચ દૂર જઈ શકે છે.

આ ઉપરાંત આ રોશનીને ડિજિટલ વન અને જીરો સાથે એનકોડ કરી શકાશે. જેનાથી રોશની આધારિત બારકોડમાં ફેરવી શકાય છે. જેનાથી સુરક્ષા સ્કેનરની તપાસ થઈ શકે છે. આ ટોકનિકનો ઉપયોગ એક વર્ષ પહેલાં બેન્ક નોટ પર કરી ચુકાયો છે.

You might also like