VIDEO:વિજ્ઞાનનો દુનિયામાં વધુ એક ચમત્કાર, વીંટી કરશે બધાજ કામ….

મોબાઈલ પર ચેટિંગ દરમ્યાન આંગળીયોથી ટાઈપ કરવાની મુસીબત ખુબ જલ્દીથી પુરી થશે. હકીકતમાં, વૈજ્ઞાનિકોએ એવા સ્માર્ટરિંગની અને રિસ્ટબેન્ડને વિકસિત કર્યો છે. જેના ઉપયોગથી યુઝર્સ હાથોના ઈશારે મોબાઈલ પર ટાઈપ કરી શકશે.

રિંગ અને રિસ્ટબેન્ડમાં લાગેલી એક ખાસ પ્રકારની ચિપમાં રહેલા ધ્વનિક તરંગો 22 વિભિન્ન સુક્ષ્મ આંગળીઓના સંકેતોને ઓળખવામાં સક્ષમ છે, જેને કોઈ આદેશો માટે પ્રેગ્રામ કરી શકાય છે. તેમાં T9 કિબોર્ડ ઈન્ટરફેસ, સંખ્યાઓનો એક સેટ અને અપ્લિકેશન કમાંડ જેવા મ્યુઝિક પ્લે અને સ્ટોપ સામેલ છે.

આ ટેક્નિક અમેરિકી સાઈન લેગ્વેજમાં આંગળીયોના 12 હાડકાઓની મદદથી 1 થી 10 સુધીની ગણતરી સટીક રીતે ઓળખી શકે છે. જિયોર્જિયા ટેકના પીએચડીના વિદ્યાર્થી ચેંગ જાંગે આ ટેકનિક વિકસિત કરી છે.

You might also like